Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

મગરો રહેણાંક વિસ્તારોમાં પ્રવેશતા ફફડાટ : વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે મગર પકડ્યો…

મગરો રહેણાંક વિસ્તારોમાં પ્રવેશતા ફફડાટ, લોકો લાકડીઓ લઈ નીકળ્યા…

વડોદરા,
વડોદરામાં પુર સામે ઝઝૂમી રહેલા લોકો સામે હવે મગરોનો ખતરો ઉભો થયો છે.
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં સંખ્યાબંધ મગરો છે, નદીની સપાટી વધીને ૩૪ ફૂટ પાર પહોંચ્યા બાદ હવે વિશ્વામિત્રી ના પાણીની સાથે સંખ્યાબંધ મગરો પણ રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યા હોવાની દહેશત સેવાઇ રહી છે.
માંજલપુર વિસ્તારની એક સોસાયટીમાં બુધવારે રાતે એક મગરે દેખા દીધી હતી. હવે પોલોગ્રાઉન્ડ વિસ્તારની રાજસ્તંભ સોસાયટીમાં આજે એક મગર પાણીમાં જોવા મળ્યો હતો. લોકો વડોદરામાં જીવન જરૂરિયાતની ચીજો લેવા માટે લાકડીઓ લઈને બહાર નીકળી રહ્યાં છે.
આ મગરે સોસાયટીના રસ્તા પર એક શ્વાનનો શિકાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.જોકે અણીના સમયે શ્વાન મગરની ચુંગાલમાંથી છટકી ગયો હતો.
જીવદયા સંસ્થાના કાર્યકરો દ્વારા સોસાયટીમાં ભરાયેલ પાણીની વચ્ચે જનના જોખમે આ મગરને પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે. સ્થાનિકો અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે મગર પકડ્યો.

Related posts

દેશની આઝાદી માટે શહીદી વહોરનાર નવયુવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા…

Charotar Sandesh

આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા પ્રશંસનીય કાર્ય કર્યું, જુઓ વિગતવાર

Charotar Sandesh

આણંદ જિલ્‍લામાં બપોરના સાડા ત્રણ વાગ્‍યા સુધીમાં ૨૧,૮૪૮ કિશોર-કિશોરીઓએ રસી મૂકાવી

Charotar Sandesh