ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળીયા જસદણના કનેસરા ગામમાં લકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચ્યા તો ગામની મહિલાઓએ કુંવરજી બાવળીયા અને ભરત બોઘરનો બરાબરનો ઉઘડો લીધો હતો. કુંવરજી બાવળીયાએ ગામના કામો થતા ન હોવાની મહિલાઓની ફરીયાદના અનુસંધાને ગામની ખટપટ કહેતા મહિલાઓએ મંત્રી કુંવરજી બાવળીયાને બરાબરનુ સંભળાવ્યું હતું.
કનેસરા ગામે પહોંચેલા કુંવરજી બાવળીયા અને ભરત બોઘરાને મહિલાઓએ ગામમાં પાણીની તકલીફની ફરીયાદ કરી હતી. અડધા ગામમાં પાણી છે અને અડધા ગામમાં પાણીની તકલીફ છે તો ગામે પહોંચેલા કુંવરજી બાવળીયાએ કહ્યું કે આ તો ગામની ખટપટ છે અને સાંભળો સરકારનો માણસ છું કરોડા રૂપિયા નાંખવા હોય તો નાંખી શકું છું અને પાણીની વ્યવસ્થા કરાવી શકું છું. હું આ વખતે ચૂંટણી લડ્યો તો 50-55 ટકા વોટ આપ્યા હતા ત્યારે કેમ બધાને કહેવું હતું ને મને વોટ આપો.આખાય રાજ્યના લોકો આમને મળવા લાઈનમાં બેઠાં હતા પણ તમને હમજણ જ નથી પડતી કે શું કરવું. ત્યાર બાદ બન્ને નેતાઓએ કનેસરાથી પોબારા ગણી લીધા હતા મહિલાઓનો ગુસ્સો ત્યારે પણ શાંત થયો ન હતો અને કહેતી સંભળાય છે કે હવે આ આવવા દો, વોટ માંગવા માટે, કેવી રીતે વોટ મળે છે તે જરૂર ખબર પડી જશે.
વીડિયો વાયરલ થતાં ભરત બોઘરાએ પોતાનો વીડિયો જારી કહ્યું કે પાણીની સમસ્યાના કારણે સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી હતી. કોઈ રાજકીય મુદ્દો નથી. કોંગ્રેસના લોકો આને ઉછાળી રહ્યા છે પરંતુ આમાં વિશેષ કશું નથી.
ભરત બોઘરા ઉપરાંત મંત્રી કુંવરજીએ પણ વીડિયો જારી કહ્યું કે સ્થાનિક પ્રશ્નો હતા અને પાણીને લઈ મહિલાઓએ ફરીયાદ કરી હતી. મીટીંગ પુરી થયા બાદ પાણીની રજૂઆત કરી હતી. ગામના સૌ આગેવાનો હતા. ગ્રામ પંચાયતને લગતો પ્રશ્ન હતો. વ્યવસ્થાની આંતરિક વ્યવસ્થાની ખામીના કારણે પ્રશ્ન સર્જાયો છે. આંતરિક વિતરણ વ્યવસ્થાના અભાવના કારણે પ્રશ્ન ઉભો થયો છે.