Charotar Sandesh
બોલિવૂડ

મને કામ કરવું પસંદ છે, નિષ્ફળતાથી ક્યારેય ડરતો નથીઃ જ્હોન અબ્રાહમ

મુંબઈ : જ્હોન અબ્રાહમ તાજેતરમાં જ એક ચેટ શોમાં જોવા મળ્યો હતો. જ્હોન પોતાના પર્સનલ ટ્રેનર વિનોદ ચન્ના સાથે આવ્યો હતો. શોમાં જ્હોને કહ્યું હતું કે તે નિષ્ફળતાથી ડરતો નથી. આટલું જ નહીં જ્હોને એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે તેણે ૧૮ વર્ષમાં કેટલી રજા લીધી છે. આ ઉપરાંત જ્હોને ફિલ્મ ‘ફોર્સ’ તેના ઓટો ડ્રાઈવર મિત્રના કહેવાથી બનાવી હતી. જ્હોને કહ્યું હતું કે તે બહુ જ સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને આજે પણ તે મધ્યમ વર્ગીય મૂલ્યોને ભૂલ્યો નથી. તે નિષ્ફળતાથી ક્યારેય ડરતો નથી. જ્યારે તમે નિષ્ફળતાથી ડરો નહીં ત્યારે તમારા મનમાં જે હોય તે તમે કરી શકો છો, કારણ કે તમે સફળતા અને નિષ્ફળતાને એક જ માપદંડથી જુઓ છો. તેને નિષ્ફળતાની અસર થતી નથી. શોમાં જ્હોને પોતાના ઓટો ડ્રાઈવર મિત્રની પણ વાત કરી હતી.

તેણે કહ્યું હતું કે સુકુ તેનો ખાસ મિત્ર છે. તે નિયમિત રીતે ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે તેની જ ઓટોમાં આવે છે. એકવાર તે સુકુ સાથે તમિળ ફિલ્મ ‘કાખા કાખા’ જોવા ગયો હતો. આ ફિલ્મ જોયા બાદ સુકુએ તેને આ ફિલ્મ બનાવવાની ભલામણ કરી હતી અને તેણે ‘ફોર્સ’ બનાવી હતી. જ્હોને કહ્યું હતું કે તે એકદમ સિમ્પલ લાઈફ જીવે છે. તેને પોતાની પાછળ પૈસા ખર્ચ કરવા સહેજ પણ પસંદ નથી. તે બીજા માટે પૈસા ખર્ચ કરે છે. શોની હોસ્ટ ગુંજન ઉતરેજાએ જ્યારે જ્હોનને વેકેશન પ્લાન અંગે સવાલ કર્યો તો એક્ટરે જવાબ આપ્યો હતો કે તેને કામ કરવું ઘણું જ પસંદ છે.

Related posts

પ્રભાસની આગામી ફિલ્મમાં પૂજા હેગડે ચમકશે, ફર્સ્ટ લુક શેર કર્યો…

Charotar Sandesh

સોનુ સૂદ કોરોના પોઝિટિવ, છતાંય કહ્યું- યાદ રહે કોઇ પણ તકલીફ પર હું હંમેશા તમારી સાથે…

Charotar Sandesh

બીગ બી અને અભિષેકનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, જલ્દી રજા મળે તેવી શક્યતા…

Charotar Sandesh