Charotar Sandesh
બોલિવૂડ

મરાઠી ફિલ્મની મશહુર સિંગર ગીતા માલીનું રોડ એક્સિડન્ટમાં મોત…

મુંબઈ : મરાઠી ફિલ્મની મશહુર સિંગર ગીતા માલીનું રોડ એક્સિડન્ટમાં મોત નિપજ્યું છે. આ અકસ્માત મુંબઈ આગરા હાઈવે પર થયો છે. અમેરિકાથી પરત આવીને તે પોતાના પતિ વિજય સાથે નાસિક જવા માટે નીકળી હતી. ગીતા જે કારમાં જઈ રહી હતી તે કાર રસ્તાના કિનારા પર રહેલા કન્ટેનરમાં ઘુસી ગઈ.
આ અકસ્માતમાં ગીતા અને તેના પતિ ગંભીર રીતે ઘાયલ થયા છે. શાહપુર સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં ગીતાનું મોત થયું છે. વિજય માલીની હાલત હજુ ગંભીર છે. અમેરિકાથી મુંબઈ પહોંચીને ગીતાએ એક સેલ્ફી પણ લીધી હતી અને ફેસબૂક પર અપલોડ કરી લખ્યું હતું કે, જનની જન્મભુમિ સ્વર્ગથી પણ મહાન છે. લાંબા સમય બાદ ઘરે પરત ફરીને ખુશ છું.
ગીતાએ ઘણા મરાઠી ફિલ્મો માટે ગીતો ગાયા છે. એ સિવાય તેણે ગંગા મ્યૂઝિકલ બેન્ડ પણ બનાવ્યું હતું. ગીતા તેના પતિ સાથે અમેરિકાના ન્યૂયોર્કમાં કાર્યક્રમ પુરો કરીને ગુરુવારે ભારત આવી હતી. બંન્નેને ૧૨ વર્ષનો એક દીકરો પણ છે.

Related posts

‘નચ બલિયે ૯’ માં હિના ખાન પ્રેમી રોકી જયસ્વાલ સાથે ચમકશે

Charotar Sandesh

સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી…

Charotar Sandesh

રણબીર અને મારા લગ્નની વાતો માત્ર એન્ટરટેઇન્મેન્ટ જ છે : આલિયા ભટ્ટ

Charotar Sandesh