મુંબઈ : ૧૩ ડિસેમ્બરના રિલીઝ થયેલ રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની ૨’ને બોક્સઓફિસ પર સારી શરૂઆત મળી છે. જ્યારે ઇમરાન હાશ્મી અને ઋષિ કપૂર સ્ટારર ‘ધ બોડી’ ફિલ્મ ઓડિયન્સને ખુશ કરવામાં અસફળ રહી છે. આ બંને ફિલ્મોને હોલિવૂડની ‘જુમાનજીઃ ધ નેક્સ્ટ લેવલ’ ફિલ્મે પાછળ રાખી દીધી છે. ‘મર્દાની ૨’ ફિલ્મે પહેલા દિવસે ૩.૮૦ કરોડ રૂપિયાની, ‘ધ બોડી’ ફિલ્મે ૫૦ લાખ રૂપિયાની કમાણી અને ‘જુમાનજીઃ ધ નેક્સ્ટ લેવલ’ ફિલ્મની પહેલા દિવસે ૬.૪૦ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.
છેલ્લા ૫ વર્ષનો રેકોર્ડ જોઈએ તો રાનીની આ ફિલ્મ સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે. ઇમરાનની ‘ધ બોડી’ ફિલ્મ તેની સૌથી ઓછી કમાણી કરનારી ફિલ્મ બની. આ ૫ વર્ષમાં રાનીની સોલો એક્ટર તરીકે ૩ અને ઇમરાન હાશ્મીની ૮ ફિલ્મો બોક્સઓફિસ પર આવી હતી.