Charotar Sandesh
વર્લ્ડ

મસૂદના મામલે ચીનને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનું અલ્ટમેટમ આભાર

પાકિસ્તાન Âસ્થત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે આંતરરાષ્ટÙીય સ્તરે ફરી એક વખત દબાણ વધારાયું છે. સંયુકત રાષ્ટÙસંઘની સુરક્ષા પરિષદ દ્વારા મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા જાર પકડી રહી છે.
ચીન મસૂદ અઝહર સામે પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને પોતાના વિટો વિશેષાધિકાર દ્વારા અટકાવી રÌšં છે. હવે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે મસૂદ અઝહરના મામલામાં ચીનને અÂલ્ટમેટમ આપી દીધું છે. સુરક્ષા પરિષદના ત્રણેય કાયમી સભ્યોએ ટેકનિકલ આધાર પર આ પ્રસ્તાવ આડે રહેલા અવરોધને હટાવવા જણાવ્યું છે.
યુએનએસસી પ્રતિબંધ કમિટી આગામી કેટલાક દિવસોમાં ફરી એક વાર કાઉÂન્સલમાં મસૂદને પ્રતિબંધિત કરવા માટે નવેસરથી પ્રસ્તાવ લાવી શકે છે. મસૂદ અઝહર પર આંતરરાષ્ટÙીય પ્રતિબંધ માટે વિચાર વિમર્શ અને સર્વાનુમતિ સાધવા વાટાઘાટનો દોર જારી છે. એક પશ્ચિમી રાજદ્વારીના જણાવ્યા અનુસાર બીજિંગને આ માટે ર૩ એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ચીનને આ પ્રસ્તાવ કાઉÂન્સલ દ્વારા પાસ કરાવવા માટે ર૩ એપ્રિલ સુધીની મહેતલ આપવામાં આવી છે જેથી કમિટી દ્વારા પ્રતિબંધનો પ્રસ્તાવ લાવવાની નોબત ન આવે. કાઉÂન્સલમાં આ પ્રસ્તાવને અનૌપચારિક રીતે ૧પ દેશને મોકલી આપવામાં આવ્યો છે. હજુ સુધી તેના પર ઔપચારિક વાતચીત શરૂ થઇ નથી. તમામની નજર ચીન પર છે. અને એવી આશા વ્યકત કરી રહ્યા છે કે ચીન મસૂદ અઝહરના મામલે પોતાનું વલણ બદલશે.

Related posts

પાકિસ્તાન કોઇ હરકત કરશે તો પોતે જ મુશ્કેલીમાં મુકાશે : ભારતીય હવાઈ દળ

Charotar Sandesh

ચીનનું વુહાન શહેર થયું કોરોનામુક્ત, અહીથી જ દુનિયામાં ફેલાયો હતો કોરોના…

Charotar Sandesh

મૂળ ભારતીય નૌરીન હસન ન્યૂ યોર્કના ફેડરલ રિઝર્વ બેન્કના બન્યા ઉપાધ્યક્ષ…

Charotar Sandesh