Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂનો વપરાશ સૌથી વધુ : રાજસ્થાન મુખ્યમંત્રી ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રીના નિવેદનથી રાજકારણ ગરમાયું…

મહાત્મા ગાંધીના ગુજરાતની આ સ્થિતિ છે, કડક વ્યવસ્થા ઊભી કર્યા વગર દારૂબંધી અર્થહીન છે…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તીખી પ્રતિક્રિયા આપી… ‘કોંગ્રેસને ગાંધી ગમતા નથી, ગેહલોતે છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું…’

જયપુર : દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતએ કહ્યુ કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગેહલોતે કહ્યુ કે, આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. કેટલીક કડક વ્યવસ્થા થવા સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી.
રાજસ્થાનમાં દારૂબંધીની માંગ પર રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યુ કે, તેઓ તેના સમર્થક છે પરંતુ જ્યાં સુધી કડક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં કોઈ તેનો કોઈ અર્થ નથી. ગેહલોતે તેના માટે ગુજરાતનું ઉદાહરણ આપતાં કહ્યુ કે, આઝાદી બાદથી જ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સ્થિતિ એવી છે કે ત્યાં સૌથી વધુ તેની ખપત છે અને ઘરે-ઘરે દારૂ પીવાય છે.
નોંધનીય છે કે, રાજસ્થાનમાં ઘણા લાંબા સમયથી દારૂબંધીની માંગ થતી રહી છે. આ મામલામાં પત્રકારોના એક સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, વ્યક્તિગત રીતે દારૂબંધીનું સમર્થન કરું છું. તેની પર એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો અને પ્રતિબંધ હટાવી દેવાયો.
ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલતાં આંકડા મુજબ, છેલ્લા ૨ વર્ષમાં ૧.૩૨ લાખથી વધુ દેશી દારૂ પકડાવાના કેસો થયા છે. તો છેલ્લા ૨ વર્ષમાં ૨૯૯૮૯ કેસો વિદેશી દારૂ પકડવાના પણ સામે આવ્યા છે. ગુજરાતમાં રોજના સરેરાશ ૨૨૨ દારૂ પકડાવાના બનાવો સામે આવે છે. દારૂ પકડાવાના સૌથી વધુ બનાવો સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં છેલ્લા ૨ વર્ષમાં કુલ ૧૯૬૮૯ બનાવો નોંધાયા છે. તો અમદાવાદમાં ૨ વર્ષમાં કુલ ૧૨૪૨૮ બનાવો નોંધાયા છે.

Related posts

બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે : સરકારનો મહત્વનો નિર્ણય…

Charotar Sandesh

દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે : એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૪૦૦ને પાર…

Charotar Sandesh

‘ભારત’માં તબુ માત્ર એક જ સીનમાં જાવા મળશે

Charotar Sandesh