Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : ભાજપાએ ૧૨૫ ઉમેદવારોની યાદી જાહેર કરી…

ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી લડશે…

પુણે : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નજીક છે. ભાજપે પોતાના ૧૨૫ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ભાજપે આ વખતે ચૂંટણી માટે પોતાના ૧૨ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોને બદલ્યા છે. પહેલી યાદીમાં ૫૨ ધારાસભ્યોને ટિકિટ અપાઈ છે. આ વખતે પાર્ટીએ ૧૨ મહિલાઓને પણ ટિકિટ આપી છે. ભાજપે આ વખતે લોકમાન્ય તિલક અને છત્રપતિ શિવાજી મહારાજના પરિવારના સભ્યોને પણ ઉમેદવાર બનાવ્યાં છે.
દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર પહેલી યાદી જાહેર કરતા પાર્ટી મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે ત્રણ ચતુર્થાંશ બહુમત સાથે ફરી અમારી સરકાર બનવાનું નક્કી છે. ૧૨૫ બેઠકો માટે ઉમેદવારો નક્કી થઈ ગયા છે. તેની સૂચિ અમે બહાર પાડી રહ્યાં છીએ. ૧૨ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો બદલવામાં આવ્યાં છે. ૫૨ સિટિંગ એમએલએને ટિકિટ અપાઈ છે. જેમા ૧૨ મહિલાઓ સામેલ છે. ૨૮૮ વિધાનસભા બેઠકો વાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ૨૧ ઓક્ટોબરે યોજાવવાની છે અને પરિણામ ૨૪ ઓક્ટોબરે જાહેર થશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના નેતા અરુણ સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના યશસ્વી મુખ્યમંત્રી કે જેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં ચૌમુખી વિકાસ થયો છે, એવા દેવેન્દ્ર ફડણવીસજી નાગપુર દક્ષિણ-પશ્ચિમથી ચૂંટણી લડશે.

Related posts

તૂટી ગયા પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થના એંગેજમેન્ટ, મા મધુએ કર્યું કન્ફર્મ

Charotar Sandesh

લદ્દાખમાં ભારતીય જવાનોએ ચીની સૈનિકને ઝડપી પાડ્યો…

Charotar Sandesh

પુણે, થાણે સહિત ૨૩ સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા : ૨૨૪ કરોડની બેનામી સંપત્તિ જપ્ત

Charotar Sandesh