Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

મહિલાઓ પર વધી રહેલ બળાત્કાર-દુષ્કર્મો બાબતે આણંદ જિલ્લા એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ…

જિલ્લા એનએસયુઆઈ દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ રેલી યોજી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી ગુજરાત તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું…

આણંદ : દેશમાં મહિલાઓ પર વધી રહેલ સામુહિક બળાત્કાર-દુષ્કર્મો બાબતે આણંદ જિલ્લા એનએસયુઆઈ દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ રેલી યોજી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી ગુજરાત તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

ગાંધી અને સરદારના ગુજરાત અને દેશમાં જે મહિલાઓ, માતા પત્ની બહેન દીકરી બની સમાજ અને દેશને એક પરિવાર બનાવીએ છીએ, છતાં પણ સરહદ પરના આતંકવાદી કરતા સભ્ય સમાજમાં આપણી વચ્ચે એક સભ્ય તરીકે રહી આતંકવાદી કરતા પણ એક ક્રૂર માનસિકતાવાળો રાક્ષસ મહિલાઓ, બાળકીઓ, છોકરીઓનું સરેઆમ સંવિધાન અને કાયદના ડર વગર બળાત્કાર અને ખૂન કરી રહ્યા છે. જ્યારે નિર્ભયા જેવા બનાવ બન્યો ત્યારે યુપીએ ની સરકાર હતી, ત્યારે આપે આવા બનાવો પર સખ્ત સજા માટે અવાજ ઉઠાવ્યો હતો, સર્વ પક્ષની બેઠક બોલાવી કડકમાં કડમ સજા માટે ફાંસીનો કાયદો બનાવવાની માંગ કરી હતી, જ્યારે હાલ આપની બહુમતીવાળી એનડીએની સરકાર છે. ગુજરાતમાં પણ આપની સરકાર છે આપ પ્રધાનમંત્રી છો, ત્યારે અમે વિદ્યાર્થીનીઓ આપને આપનો વાયદો યાદ કરાવીને માંગણી કરીએ છીએ કે કડકમાં કડક સજાનો નિર્ણય લેવામાં આવે. જે આણંદમાં આંકલાવનો બનાવ હોય, આણંદ ૧૦૦ ફુટ રોડનો બનાવ કે આણંદની કોમલ ગોસ્વામીનો બનાવ હોય યા પછી હૈદરાબાદની ડૉ. પ્રિયંકા રેડ્ડીનો બનાવ હોય આવા તમામ આરોપીને એવી કડક સજા મળે કે સમાજમાં રહી આવી ક્રૂર અને ગંદી માનસિકતાવાળા લોકોમાં એક કાયદાનો ડર કાયમ માટે બની રહે. અમારી માટે જો આ દેશના સંવિધાન અને કાયદામાં કોઈ મહત્ત્વનો નિર્ણય ના લઈ શકાતો હોય તો ના છૂટકે આ દેશની અમો તમામ દીકરીઓએ ક્યાંકને ક્યાંક કાયદો પોતાના હાથમાં લઈ અને આવા દુષ્ટ પાપીઓના સંહાર માટે ઝાંસીની રાણી કે માં દુર્ગા બનવું પડશે.

Related posts

નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૮ દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Charotar Sandesh

ચરોતરના વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતા વ્યાપી…

Charotar Sandesh

આણંદમાં કોરોનાના કેસોને લઈ તંત્ર દ્વારા સાંજે ૪ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉન કરવા જણાવાયું

Charotar Sandesh