Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

મહિલા આયોગે પણ નોટિસ ફટકારી,આઝમ ખાને ફેરવી તોળ્યું,હું દોષી થાઉં તો ચૂંટણી નહી લડુ જયા પ્રદા વિશે વિવાદિત નિવેદન કરનાર આઝમ ખાન વિરુદ્ધ હ્લૈંઇ નોંધાઈ (જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૫

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ અને રામપુરના ઉમેદવાર આજમખાનના નિવેદન પર વિવાદ વધતો જાય છે. બીજેપી નેતા જય પ્રદાને લઇને તેમના દ્વારા કરવામાં આવેલી અમર્યાદિત ટિપ્પણી પરહવે કેસ દાખલ થઇ ગયો છે. આજમના નિવેદનને ધ્યાનમાં લેતા વિસ્તારના મેજિસ્ટ્રેટે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આજમ ખાનના નિવેદનની ચારેબાજુ નિંદા થઇ રહી છે.
લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન વારપલટવાર નિવેદનો સામે આવવા મોટી વાત નથી. તેના પહેલા પણ ઘણા નેતાઓના નિવેદનો ચર્ચાનો વિષય બની ચૂક્્યા છે. પરંતુ આજમ ખાને તમામ હદોને પાર કરીને જય પ્રદા વિરુદ્ધ નિવેદન આપ્યું છે, જે તેમની મુશ્કેલીઓ વધારી શકે છે. આઝમ ખાને તેમના નિવેદનથી પલટી મારી છે અને જણાવ્યું છે કે, તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કÌšં કે, મેં કોઈનું નામ લીધું નથી અને જા હું દોષી પુરવાર થાઉં તો ચૂંટણી નહીં લડું.
આ કેસ સિવાય રાષ્ટÙીય મહિલા આયોગે પણ આજમ ખાનને નોટિસ મોકલી છે. રાષ્ટÙીય મહિલા આયોગે ચૂંટણી પંચને ચિઠ્ઠી લખીને તેમના પર કાર્યવાહી કરવાની અપીલ કરશે. મહિલા આયોગની પ્રમુખ રેખા શર્માએ અખિલેશ યાદવે આ મુદ્દે મૌન સેવ્યું છે, તેના ઉપર પણ સવાલ ઉભા કર્યા છે.

Related posts

પત્રકારે વડાપ્રધાન પર સવાલ પૂછતા ઐય્યર ભડક્યાઃ પત્રકારોને મુક્કો મારવાની ધમકી આપી

Charotar Sandesh

મોંઘવારીનો માર : પેટ્રોલના ભાવ એક વર્ષમાં ૧૮ રૂપિયાનો અધધ… વધારો

Charotar Sandesh

અમદાવાદમાં ટ્રમ્પ યાત્રા માટે કોણ ખર્ચશે ૧૦૦ કરોડ? : પ્રિયંકા ગાંધીનો સવાલ

Charotar Sandesh