Charotar Sandesh
ઈન્ડિયા

મહિલા સુરક્ષા મુદ્દે સંસદમાં હોબાળો : પક્ષ-વિપક્ષ આમને-સામને…

એકબાજુ રામ મંદિર બની રહ્યું છે,બીજી બાજુ સીતા સળગી રહી છે : કોંગ્રેસ

હથિયાર બનાવવા વાળા ભાષણ આપી રહ્યા છે અધિર રંજન : સ્મૃતિ ઇરાની

ન્યુ દિલ્હી : શિયાળુ સત્રનો આજે ૧૫મો દિવસ છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી અને મનમોહન સિંહે ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલી આપી હતી. જ્યારે લોકસભામાં મહિલા સુરક્ષા વિશે ચર્ચા કરવામાં આવી હતી. લોકસભાના શૂન્યકાળામાં કોંગ્રેસ સાંસદ અધીર રંજને મહિલાઓ સામે થતા અત્યારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક બાજુ રામ મંદિર બનાવવામાં આવી રહ્યું અને બીજી બાજુ સીતા માને સળગાવવામાં આવી રહી છે.
સાંપ્રદાયિક વિષયો સાથે જોડવું ખોટી વાત છે. આવુ દુઃસાહસ મેં કદી નથી જોયું. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, બંગાળમાં પંચાયત ચૂંટણીમાં રેપનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે બંગાળના એક સાંસદ અહીં મંદિર બનાવવાનું નામ લઈ રહ્યા છે. જે લોકોએ રેપનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે તે લોકો આજે ભાષણ આપી રહ્યા છે.
સ્મૃતીએ કહ્યું કે, સાંસદ અધીર રંજને તંલગાણા અને ઉન્નાવની ઘટનાનું નામ લીધુ પરંતુ તેઓ માલદાનું નામ ભૂલી ગયા. કોંગ્રેસ સાંસદોના હોબાળા દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ઉન્નાવ અને તેલંગાણામાં જે થયું તે શરમજનક છે. તેના આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ. આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.
કોંગ્રેસ સાંસદ અધીર રંજને લોકસભામાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. શૂન્યકાળમાં એમણે કહ્યું છે કે, એક બાજુ રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ સીતા માને સળગાવવામાં આવી રહ્યા છે. અધીર રંજને અહીં હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રેપ પીડિતાઓને સળગાવવામાં આવી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અધીર રંજને કહ્યું હતું કે, ઉન્નાવની પીડિતા ૯૫ ટકા સળગી ગઈ છે. દેશમાં શું થઈ રહ્યું છે. બસપા સાસંદ દાનિશ અલીએ કહ્યું કે, સમગ્ર દેશમાં દુષ્કર્મની ઘટનાઓ થઈ રહી છે. મેં પહેલાં પણ આ મુદ્દાને ઉઠાવ્યો હતો. ઉન્નાવની ઘટનાને તેમણે સરકાર અને પોલીસની નિષ્ફળતા ગણાવી હતી.

Related posts

ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૪,૮૭૯ કેસ નોંધાયા, ૫૪૭ લોકોએ જીવ ગુમાવ્યો…

Charotar Sandesh

પીએમ મોદી ૨૩ ઓક્ટોબરથી શરૂ કરશે મિશન બિહાર, ૧૨ રેલીઓને કરશે સંબોધિત…

Charotar Sandesh

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડતા આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા…

Charotar Sandesh