Charotar Sandesh
ઈન્ડિયા

માર્ચ સુધીમાં એર ઇન્ડિયા અને બીપીસીએલના વેચાણની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે : નિર્મલા સીતારમણ

ન્યુ દિલ્હી : નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, સરકાર ઇચ્છે છે કે માર્ચ સુધી એર ઇન્ડિયા અને ઓઇલ રિફાઇનરી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની વેચાણની પ્રક્રિયા પૂરી કરવામાં આવે. નિર્મલા સીતરમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષની શરૂઆતમાં આ બંને કામ પૂરા થઇ જવાની આશા છે. આ બંને કંપનીઓની વેચાણથી સરકારને આ નાણાંકીય વર્ષમાં એક લાખ કરોડનો લાભ થશે.
સીતારમણે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાની વેચાણની પ્રક્રિયા શરૂ થયા પહેલા જ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ગયા વર્ષે રોકાણકારોમાં એર ઇન્ડિયાને ખરીદવામાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહતો તેથી કંપનીની વેચાણની પ્રક્રિયા આગામી વર્ષે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલના નાણાંકીય વર્ષમાં ટેક્સ કલેક્શનમાં થયેલા ઘટાડાને જોતા સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક હિસ્સાના વેચાણ મારફતે આવક પ્રાપ્ત કરવા માગે છે.
નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આર્થિક સુસ્તીનો સામનો કરવા માટે યોગ્ય પગલા લેવામાં આવ્યા છે અને અનેક ક્ષેત્રોને હવે સુસ્તીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. અનેક ઉદ્યોગોના માલિકોને જણાવવામાં આવ્યું છે કે તેઓ તેમના પાકા સરવૈયામાં સુધારા કરે અને તેમાંથી કેટલાક નવા રોકાણની તૈયારી કરી રહ્યા છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ કલેક્શન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અમને આશા છે કે કેટલાક ક્ષેત્રોમાં જીએસટી ક્લેક્શન વધશે. આ ઉપરાંત સુધારના પગલાથી પણ ટેક્સ ક્લેક્શનમાં વધારો થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે એસ્સાર સ્ટીલ પર જે નિર્ણય લીધો તેનાથી સારો સુધારો જોવા મળ્યો છે અને આગામી ત્રિમાસીકમાં આની અસર બેન્કોના પાકા સરવૈયા પર જોવા મળશે. તેહવારો દરમિયાન બેન્કોએ ૧.૮ લાખ કરોડની લોન આપી છે.

Related posts

આ મિસાઇલનું મારક ક્ષમતા ૧૦૦૦ કિમી સુધીની,અમેરિકી ટોમહોકની સમકક્ષ છે નિર્ભય ભારતે સ્વદેશી ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું (જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૫

Charotar Sandesh

મોદી સરકારનું જહાજ ડૂબી રÌšં છે, સંઘએ પણ સાથ છોડ્યો ઃ માયાવતી

Charotar Sandesh

MSP હતી, MSP છે અને MSP રહેશે, આંદોલન બંધ કરો : વડાપ્રધાન મોદી

Charotar Sandesh