Charotar Sandesh
ગુજરાત

માવઠાથી થયેલ નુકસાનીનો સરવે કરાવી વળતર અપાશે : નીતિન પટેલ

ગાંધીનગર : રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભર શિયાળે વાવાઝોડા સાથે વરસાદ વરસવા લાગ્યો છે. જેને પગલે મોટાપાયે ખેતીને નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. ખેડૂતોના હાલ બેહાલ થયા છે, અને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તો જોઈએ કયા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ સર્જાયો છે. જોકે, રવિ પાકમાં નુકસાનીની ભીતિને જોતાં સાબરકાંઠાની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર નુકસાનીનો સરવે કરાવશે.

માગશરમાં આવેલા માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. આ માવઠાના કારણે મરચી, ડુંગળી, લસણ, ચણાના પાકને નુકસાની થઈ છે. ખરીફ પાકોમાં શાકભાજી ઉપરાંત ચણા. જીરૂં, ધાણાના પાકને પણ નુકસાન થયું છે. ગઈકાલે કચ્છના સરહદી વિસ્તારના લખપત, અબડાસા, માંડવી અને ખાવડામાં અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. લખપત તાલુકામાં ગત મધરાત્રીથી કમોસમી વરસાદ શરૂ થયો છે. તાલુકાના દયાપર, ઘડુલી, વર્માનગર, દોલતપર, મેઘપર, નારાયણ સરોવર સહિતના વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી ઝાપટુ પડ્યું હતું. વરસાદ એટલો જબરદસ્ત હતો કે, રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

Related posts

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ‘મોઢેરાનું સૂર્યમંદિર’ જોવા મળશે…

Charotar Sandesh

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તાજ હોટલ બનશે : વાઈબ્રન્ટ ઈવેન્ટમાં એમઓયુ થયું

Charotar Sandesh

NSUI-ABVPના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ : લાકડી-ધોકા ઉછળ્યા…

Charotar Sandesh