Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

મુકેશ અંબાણી અલીબાબાને પાછળ છોડીને હવે એમેઝોનને ટક્કર આપવા તૈયાર

3.81 કરોડ રૂપિયાની નેટવર્થ રાખનાર મુકેશ અંબાણી આજે 62 વર્ષના થયા છે. તે એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. પાછલા વર્ષે જુલાઇમાં અંબાણીએ ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડપ અને ચેરમેન જૈક મા ને નેટવર્થ મામલે પાછળ કરી દીધો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં એક આંતરરાષ્ટ્રીય મેગેઝીને દાવો કર્યો હતો કે અંબાણી જિયોની મદદથી ભારતના જૈક મા અને જેફ બેજોસ બનવા પર ધ્યાન આપવાની તૈયારી કરી રહ્યાં છે. ગુરૂવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચોથા ત્રિમાસિકના પરિણામો આવ્યાં, જેમાં કંપનીનો નેટ પ્રોફિટ 9.8% વધીને 10,632 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. અમાં જિયોના 840 કરોડ રૂપિયાનો પ્રોફિટ પણ સામેલ છે.આ વર્ષે જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કહ્યું હતું કે, રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો ઇન્ફોકામ મળીને એક નવું ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. રિલાયન્સ રિટેલ સેક્ટરમાં પ્રવેશ કરીને 10 હજાર સ્ટોર ખોલ્યા છે. જિયોના ગ્રાહકોની સંખ્યા 30 કરોડથી વધારે છે. બ્રોકરેજ ફર્મ UBS એ પોતાની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જે રીતે ચીનમાં અલીબાબાને ઘરેલુ કંપની હોવા પર અને સસ્તા દરો પર પોતાની સેવાઓ અને સામાન વેચવાથી ફાયદો મળશે, ભારતમાં પણ રિલાયન્સ ઘરેલુ કંપની હોવાના ભરચક ફાયદો મળશે.

Related posts

મુંબઇ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી : અદાણીના બોર્ડને નુકસાન પહોંચાડ્યું

Charotar Sandesh

મંત્રાલય ફાળવણીથી શિવસેના નારાજ : અમિત શાહને કરી ફરિયાદ

Charotar Sandesh

૨૧મી સદીમાં દુનિયાની આશાઓ અને અપેક્ષાઓ ભારત પાસેથી છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh