Charotar Sandesh
ગુજરાત

મોંઘવારીના વિરોધમાં ‘ગરવી ગુજરાત પાર્ટી’નો સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન

અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક જાન્યુઆરીના દિવસે ગેસ  અને રેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે દેશના લોકો મોંઘવારીના બોઝ નીચે દવાયેલા છે. માર્કેટમાં અસંખ્ય વધતી જતી મોંઘવારી જોવા મળી રહી છે. “અસંખ્ય વધતી મોંઘવારી”ના વિરોધમાં અમદાવાદ કાલુપુર ખાતે ગરવી ગુજરાત પાર્ટી જીજીપીની પદયાત્રા અને ધરણા જેવા કાર્યક્રમ કરી સરકાર વિરુદ્ધ નારે બાજી કરી હતી.

ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નટવરભાઈ ઠાકોરે જણાવ્યું કે એક સામાન્ય વક્તિના જીવન જરૂરિયાત જેવી ચીજ વસ્તુઓ ઉપર મોંઘવારીને લઈ અસર થઈ રહી છે. શિક્ષા મોંઘી બની, ખાવા પીવાની રેસિપી મોંઘી થઈ. ત્યારે વ્યક્તિની કમાણી માં અછતથી મોંઘવારી વધાર નડી રહી છે. ગ્રહિણીઓ પણ પોતાના બજેટ પ્રમાણે જ ખરીદી કરે છે. પરંતુ આ વસ્તુમાં મોંઘવારી એટલે આત્મહતા, કારણે કે જો ખાવા પીવા જેવી વસ્તુઓ માં ભાવ વધારો એટલે કે કમરતોડ મોંઘવારી…!! ત્યારે ગરવી ગુજરાત પાર્ટીના ૩૦થી ૩૫ કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ નારેબાજી કરી મોંઘવારીનું વિરોધ નોંધવામાં આવ્યો હતો. આઈલની વધતા જતા ભાવને લઇ આજે માધ્યમ વર્ગ મુશ્કેલી માં મુકાયો છે. સરકાર વિકાસની વાતો માં વ્યસ્ત છે ત્યારે આ બાજુ મોંઘવારી લોકોનું વિકાસ રોકી રહી છે. આ વિકાસથી લોકોનું પેટ નહિ ભારે ત્યારે ગરવી ગુજરાત પાર્ટી લોકોના સમર્થનમાં મેદાને ઉતરશે અને એમના સમર્થનમાં જરૂર પડે તો આંદોલન પણ કરશે.

ગરવી ગુજરાત પાર્ટી આજે ગુજરાત માં ત્રીજા મોરચા તરીકે ઉભરીને બાહર આવશે. ગરવી ગુજરાત પાર્ટી અગાઉ પણ મોંઘવારીને લઈ કર્યક્રમ કર્યા છે. આજે દેશમાં અતિશય મોંઘવારી ને લઈ અન્નદાતા પણ હેરાન પરેશાન છે. જ્યારે અન્નદાતા પરેશાન હશે તો મોંઘવારી તો વધશે. અને મોંઘવારી વધશે ત્યારે ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી જશે. આ મોંઘવારીને નાથવાની કવાયત ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સરકારને આંદોલન કરી વિનંતી કરી છે.

Related posts

ચૂંટણી માટે બીજેપીના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર : અલ્પેશ ઠાકોર ઇન, વાઘાણી આઉટ…

Charotar Sandesh

તલાટીની પરીક્ષા અંગે સમાચાર : કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ, આ તારીખે યોજાશે પરીક્ષા

Charotar Sandesh

વડાપ્રધાન મોદી ૧૨ જુલાઇ બાદ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે…

Charotar Sandesh