Charotar Sandesh
ઈન્ડિયા

મોદીજી ઔર ઉદ્ધવજી તો ભાઇ-ભાઇ હૈં : સામનામાં શિવસેનાના સૂર બદલાયા…

ફડણવીસની વિરોધી પક્ષના નેતા તરીકે પસંદગી થવા પર હાર્દિક શુભેચ્છાઓ : રાવત

મુંબઇ : મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકારમાં મુખ્યમંત્રી પદે ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા બાદ શિવસેનાએ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે. જોકે, બીજી તરફ સામનાના મેગેઝીનમાં પાર્ટીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરેના સંબંધો આજે પણ ભાઈ-ભાઈ જેવા જ છે, તેથી મહારાષ્ટ્રના નાના ભાઈને સાથ-સહકાર આપવાની જવાબદારી વડાપ્રધાન મોદીની છે.
આ ઉપરાંત સામનામાં રાજ્ય પર પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું કરવા માટે ફડણવીસની નિંદા પણ કરવામાં આવી છે. સામનામાં વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા લખાયું છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ-શિવસેનામાં અણબનાવ ચાલી રહ્યા છે. તેમ છતા મોદી અને ઉદ્ધવનો સંબંધ ભાઈ-ભાઈનો છે. વડાપ્રધાન હંમેશા સમગ્ર દેશના હોય છે, વડાપ્રધાન ક્યારેય કોઈ એક પાર્ટીના નથી હોતા. મહારાષ્ટ્રની જનતાએ જે નિર્ણય કર્યો છે, દિલ્હી તેનું સમ્માન કરે અને સરકારની સ્થિરતા ડગે નહીં તેનું ધ્યાન રાખે.
સામનાના લેખમાં લખવામાં આવ્યું છે કે ‘પાંચ વર્ષમાં રાજ્ય પર પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું કરી દેનારી ફડણવીસ સરકાર હવે નથી રહી. તેથી હવે નવા મુખ્યમંત્રી જે સંકલ્પ લેશે તેના પર ઝડપથી પરંતુ સાવધાનીપૂર્વક પગલા લેવા પડશે. વડાપ્રધાન મોદીએ નવી સરકાર અને નવા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી છે. આપણા વડાપ્રધાને જ સ્પષ્ટ કર્યું છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રનો વિકાસ ઝડપી ગતિથી થશે. પરંતુ તે માટે કેન્દ્રની નીતિ સહયોગી આપનારી હોવી જોઈએ. મહારાષ્ટ્રના ખેડૂતોને દુઃખની ખીણમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકારે જ સહયોગ માટેનો હાથ આગળ લંબાવવો જોઈએ.
રાવતે પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર લખ્યું કે, ‘મહારાષ્ટ્રમં વિરોધી પક્ષ જ નહીં રહે તેવો દાવો કરનાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વિરોધી પક્ષના નેતા તરીકે પસંદગી બદલ હાર્દિક શુભેચ્છાઓ…!’

Related posts

લોકલ રમકડાં માટે વોકલ થવાનો સમય આવી ગયો છે : વડાપ્રધાને દેશવાસીઓને સંબોધ્યા…

Charotar Sandesh

૨૪ કલાકમાં નવા ૩૬૦૦ પોઝિટિવ કેસ : વધુ ૮૭ લોકોના મોત…

Charotar Sandesh

અમેરિકાની કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આવતા અઠવાડિયે ભારતની મુલાકાત કરે તેવી શક્યતા…

Charotar Sandesh