Charotar Sandesh
ઈન્ડિયા

‘મોદી ખાતામાં ૧૫ લાખ મોકલી રહ્યા છે…’ મેસેજ વાયરલ થતા બેંકોની બહાર લાઈનો…!

સ્થિતિ એ રહી કે એકલા મુન્નાર પોસ્ટઓફિસમાં છેલ્લાં ત્રણ દિવસમાં ૧૦૫૦થી વધુ નવા ખાતા ખુલી ગયા…

મુન્નાર,
લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૫ લાખ રૂપિયા ખાતામાં જમા કરાયાના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયા અને ત્યારબાદ કેરલમાં લોકો એ બેન્કની બહાર ખાતા ખોલાવા માટે લાઇન લગાવી દીધી.
સોશિયલ મીડિયા પર ફેલાયેલા આ એક મેસેજને સાચો માનીને લોકો પોસ્ટલ બેન્કમાં ખાતું ખોલાવા માટે મોટી સંખ્યામાં લાઇનમાં ઉભા થઇ ગયા. લાઇનમાં ઉભા રહેલા લોકોએ કહ્યું કે સરકાર વડાપ્રધાન દ્વારા આપવામાં આવતા ૧૫ લાખ રૂપિયાના વચનને પૂરું કરવાની યોજના બનાવી રહ્યા છે.
કેરલના પ્રખ્યાત પર્યટક સ્થળ મુન્નારમાં ચાના બગીચામાં કામ કરતાં હજારો લોકો મજૂર છે. આ મજૂર ખાતા ખોલાવા માટે મુન્નાર પોસ્ટ ઓફિસની બહાર જમા થઇ ગયા છે. જો કે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી કે કેન્દ્ર સરકાર દરેક એ વ્યક્તિને ૧૫ લાખ આપવાની યોજના બનાવી રહ્યા છે, જેની પાસે પોસ્ટલ બેન્ક ખાતું છે. ત્યારબાદ બેન્કોની બહાર લોકોની લાઇન લાગી ગઇ.
આ બધાની વચ્ચે મોટી સંખ્યામાં લોકો પોતાનું કામ છોડીને પોસ્ટઓફિસની બહાર લાઇનમાં ઉભા થઇ ગયો. સ્થિતિ એ રહી કે એકલા મુન્નાર પોસ્ટઓફિસમાં છેલ્લાં ત્રણ દિવસમાં ૧૦૫૦થી વધુ નવા ખાતા ખુલી ગયા. આની પહેલાં દેવીકુલમ આરડીઓ કાર્યાલયમાં પણ આવી જ ભીડ દેખાઇ હતી, જ્યારે સોશિયલ મીડિયાના મેસેજોએ દાવો કર્યો હતો કે સરકાર બેઘરો માટે જમીન-મકાન આપવાની યોજના બનાવી રહ્યું છે.

Related posts

દેશમાં કોરોનાનો આતંક : ૨૪ કલાકમાં ૭ હજાર પોઝિટિવ કેસ, લોકડાઉન-૫ થવાની સંભાવના…

Charotar Sandesh

મનરેગાનો એક એક પૈસો પાણી બચાવવાના કામમાં આવે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

એકાએક યુ-ટર્ન : કોરોના રસી લેવા બાબા રામદેવ તૈયાર : ડોક્ટરોને દેવદૂત ગણાવ્યા…

Charotar Sandesh