Charotar Sandesh
ઈન્ડિયા

મોદી નફરતનુ ઝેર અને જુઠ્ઠાણા ફેલાવીને ચૂંટણી જીત્યા : રાહુલ ગાંધી

  • કોંગ્રેસ અધ્યક્ષે બીજા દિવસે વાયનાડમાં રૉડ શો કરી વડાપ્રધાન પર પ્રહાર કર્યા

  • વાયનાડના તમામ ધર્મ અને જાતિના નાગરિકો માટે મારા દરવાજા ખુલ્લા,અમે દેશમાં નબળા લોકોને મોદીની નીતિઓથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ

વાયનાડ,
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળ પ્રવાસના બીજા દિવસે શનિવારે તેમના સંસદીય વિસ્તાર વાયનાડમાં રોડ શો કર્યો હતો. તેઓ મતદાતાઓનો આભાર માનવા માટે ત્રિદિવસીય પ્રવાસ માટે એકલા કેરળ ગયા હતા. રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું કે, મોદી ઝેરનો ઉપયોગ કરી રહ્યા છે અને અમે રાષ્ટ્રીય સ્તર પર આ માટે લડી રહ્યાં છીએ. તેઓ નફરત, ગુસ્સા અને લોકો વચ્ચે ભાગલા પાડવાનું રાજકારણ કરે છે. ચૂંટણી જીતવા માટે જુઠ્ઠું બોલે છે.
રાહુલે કહ્યું કે, હું કોંગ્રેસમાં છું અને જાતિ-ધર્મ વિચારને બાજુમાં મૂકી વાયનાડના દરેક વ્યક્તિ માટે દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. એ વાતથી ફરક નથી પડતો કે તમે કઈ પાર્ટીમાંથી છો. હાલની કેન્દ્ર સરકાર અને મોદી દેશમાં નફરત ફેલાવી રહ્યાં છે. કોંગ્રેસ જાણે છે કે આનાથી લડવા માટે એકમાત્ર રસ્તોનો પ્રેમનો છે. અમે દેશમાં નબળા લોકોને મોદીની નીતિઓથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. હું તમારું પ્રતિનિધિત્વ કરવા અને સમુદ્ધ વાયનાડ બનાવવા માટે તૈયાર છું.
કોંગ્રેસ અધ્યક્ષે શુક્રવારે મલ્લાપુરમમાં રોડ શો બાદ જનસભાને સંબોધિ હતી. તેમણે કહ્યું કે, હું કેરળનો સાંસદ છું. આ મારી જવાબદારી છે કે ફક્ત વાયનાડમાં જ નહીં પણ સમગ્ર કેરળના નાગરિકો સાથે જોડાયેલા મુદ્દાઓને અવાજ આપું. દેશમાં નબળા મોદીઓની નીતિઓથી બચાવવ માટે પ્રતિબદ્ધ છીએ. હું તમારું પ્રતિનિધિત્વ કરાવવા અને યોગ્ય વાયનાડ બનાવવા માટે તૈયાર છું.
જીત બાદ રાહુલે ૨૪ મેના રોજ વાયનાડની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ૩૧ મેના રોજ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને પત્ર લખીને વાયનાડમાં દેવાના કારણે આત્મહત્યા કરનારા ખેડૂતો અંગેની માહિતી માંગી હતી, તેમણે સરકારને આગ્રહ કર્યો હતો કે ખેડૂતના પરિવારોની આર્થિક મદદને વધારવામાં આવે.

Related posts

યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સની મુંબઈમાંથી ધરપકડ…

Charotar Sandesh

તમારી પ્રાઇવસીને અસર થતી હોય તો વોટ્‌સએપ ડિલીટ કરી દો : હાઇકોર્ટ

Charotar Sandesh

હવે ભારત બીજા દેશોના દબાણમાં નથી ચાલતું : મોદી ઊવાચ્‌

Charotar Sandesh