Charotar Sandesh
ઈન્ડિયા

મોદી, શાહ બાદ યોગી દેશના ત્રીજા સૌથી ચર્ચિત નેતા

દેશમાં લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કા માટેનું મતદાન સમાપ્ત થયું છે. પ્રથમ તબક્કામાં ગુરૂવારે ૧૧ એપ્રિલે ૨૦ રાજ્યોની ૯૧ બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. આ સાથે Âટ્‌વટર ઇÂન્ડયાએ પ્રથમ તબક્કાની ચૂંટણી સમાપ્ત થયા બાદ સૌથી વધુ ચર્ચામાં રહેનાર રાષ્ટÙીય નેતાઓની એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં પ્રથમ સ્થાન પર નરેન્દ્ર મોદી, બીજા સ્થાન પર ભાજપના રાષ્ટÙીય અધ્યક્ષ અમિત શાહ અને ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશના મુખ્યનમંત્રી યોગી આદિત્યનાથ છે. Âટ્‌વટર ઇÂન્ડયાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચોથા અને પ્રિયંકા ગાંધીને પાંચમા સ્થાને રાખ્યા છે.
ઉત્તરપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના સ્ટાર પ્રચારક અને ફાયરબ્રાન્ડ નેતા છે જેમની માંગ દેશભરમાં ભાજપની રેલીઓમાં રહે છે. ગત દિવસોમાં ગૂગલના અહેવાલે પણ તેમને દેશના ઘણા મુખ્યમંત્રીઓથી આગળ જણાવ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જનસભામાં બજરંગબલી પર વિશ્વાસ જાળવી રાખવાની વાત પર નોટિસ મોકલવામાં આવી છે. સાથે ચૂંટણી પંચે પણ બસપા સુપ્રિમ માયાવતીને પણ સહારનપુરમાં મુÂસ્લમોથી મત માંગવા માટે નોટિસ મોકલી છે. કમિશને ૨૪ કલાકની અંદર અંદર યોગીથી આ કેસમાં જવાબ પણ માંગ્યો છે. મુખ્યમંત્રી યોગીએ મેરઠમાં મંગળવારે જનસભા સંબોધતા કÌšં હતું કે સપા-બસપાને અલી તો અમને બજરંગબલી પર વિશ્વાસ છે. તેમણે કÌšં હતું કે દેશની સુરક્ષા તે વિરોધીઓ માટે કોઈ મુદ્દો નથી.

Related posts

માઉન્ટ એવરેસ્ટ પર ૧૦૦૦૦ ટન કચરાની સફાઈ માટે અભિયાન

Charotar Sandesh

પુલવામામાં આતંકીઓનો CRPFના કાફલા પર હુમલો, ૧ જવાન ઘાયલ…

Charotar Sandesh

યોગી સરકારનો સપાટો : એસટીએફ સાથે અથડામણમાં મુખ્તાર અંસારી ગેંગના બે શૂટર ઠાર…

Charotar Sandesh