પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા BJP અધ્યક્ષ અમિત શાહે ભાર આપીને કહ્યું હતું કે, ભલે વડાપ્રધાન અને કેન્દ્રમાં BJP રહે કે ના રહે, કોઈપણ ભારતને કાશ્મીરથી અલગ નહીં કરી શકશે. શાહે કહ્યું હતું કે, જો બીજીવાર સત્તા મળી તો BJP જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી દેશે.
શાહ બોનગાંવ લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતા આ ક્ષેત્રમાં કહ્યું હતું કે, મોદી હાલ ભારતના વડાપ્રધાન છે, તેઓ બીજીવાર વડાપ્રધાન બનશે. પરંતુ જો એવો સમય આવ્યો, જ્યારે મોદીજી કે BJP કેન્દ્રમાં સત્તામાં ના રહે, ત્યારે પણ કોઈપણ ભારતને કાશ્મીરથી અલગ નહીં કરી શકશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી BJPનો એકપણ કાર્યકર્તા જીવિત છે, અમે એવું નહીં થવા દઈશું. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તે આપણી માતૃભૂમિના મુગટનું ઘરેણું છે. અમને બંગાળમાં 23 સીટો આપો. અમે વાયદો કરીએ છીએ કે, અમે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી દઈશું.
કોલકાતામાં જાન્યુઆરીમાં યોજાયેલી ગૈર BJP રેલીમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને બોલાવવા પર તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાનો સાધ્યો અને કહ્યું કે, બેનર્જીએ સ્પષ્ટ કરવું જોઈએ કે શું તે કાશ્મીર માટે અલગ વડાપ્રધાનના અબ્દુલ્લાના નિવેદનનું સમર્થન કરે છે?
તેમણે વધુમાં કહ્યું હતું કે, મમતા દીદી, તમારી વિદાય નક્કી છે. એકવાર જ્યારે 2019 લોકસભા ચૂંટણીના પરિણામો આવી જશે અને BJP 23 સીટો પર કબ્જો જમાવશે, તમારી વિદાયની પુષ્ટિ થઈ જશે. લોકોએ નિર્ણય કરી લીધો છે કે, જ્યારે 23 મેના રોજ ચૂંટણી પરિણામ આવશે, ત્યારે બંગાળમાં પરિવર્તનના નવા સૂર્યનો ઉદય થશે.