Charotar Sandesh
વર્લ્ડ

મોસ્કો એરપોર્ટ પર વિમાનમાં લાગી ભીષણ આગ, 2 બાળકો સહિત 41 યાત્રીઓ બળીને ભડથું

રશિયાના એક પેસેન્જર પ્લેનમાં ટેકઓફ સમયે ભીષણ આગ લાગી ગઇ. અકસ્માતમાં 41 લોકોના મોત થયા છે, જેમાં 2 બાળકો પણ સામેલ છે. દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી છે. દુર્ઘટનાનો શિકાર બનેલું વિમાન કેરીયર એરોફ્લોટ સુખોઇ સુપરજેટ હતું. જેમાં લગભગ 78 યાત્રીઓ સવાર હતા. રવિવારે મુરમાન્સ્ક એરપોર્ટ પર ટેકઓફના થોડા સમય બાદ પ્લેનના પાછલા ભાગમાં આગ લાગી ગઇ હતી. આગ લાગ્યા બાગ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારસુધીમાં ઘણું મોડું થઇ ચૂકયું હતું. લેન્ડિંગ સમયે જ મોસ્કો એરપોર્ટ પર વિમાનમાં વિસ્ફ્ટો થયો હતો તેમાં 42 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. જ્યારે બાકીના લોકો પણ ગંભીર રીતે દાઝ્યા છે.

મળતી માહિતી અનુસાર, રશિયાની તપાસ સમિતિએ એરપોર્ટને ટાંકીને કહ્યું છે કે ઘણાં લોકોને બહાર કાઢવામાં મોડું થયું, કારણ કે લોકો પોતાનો લગેજ કાઢવા માંડ્યા હતા. 37 લોકોને આ દુર્ઘટનામાં બચાવી લેવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ આના વીડિયો શેર કરવામાં આવ્યાં છે. વિમાને બે વખતે ક્રેશ લેન્ડિંગની કોશીશ કરી હતી. પ્રાથિમક તપાસના આધારે કહેવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રીકલ ખરાબીના લીધે આ દુર્ઘટના થઇ છે. એક પેસેન્જરના જણાવ્યા મુજબ, તે એન્જિન પાસે બેઠો હતો અને પોતાની આંખોથી જોઇ રહ્યો હતો કે તે ગરમીના કારણે પીગળી રહ્યું હતું. તેણે કહ્યું કે તે એક્ઝિટ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ધુમાડો ફેલાઇ ચૂકયો હતો.

Related posts

કોરોના ક્યાંથી આવ્યો તે જાણવું ખૂબ જરૂરી, વુહાન જઈને તપાસ કરાશે : WHO

Charotar Sandesh

બરાક ઓબામા મિત્ર બિડેન માટે ચૂંટણી પ્રચારમાં ઉતરે તેવી શક્યતા…

Charotar Sandesh

અમેરિકામાં ‘સપોર્ટ ઓફ ઇન્ડિયા’ ના ઉપક્રમે ભારતનો પ્રજાસતાક દિવસ ઉજવાયો…

Charotar Sandesh