Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

મ.પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનું વિવાદાસ્પદ નિવેદન મોદી જ્યારે પેન્ટ પણ નહોતા પહેરતા ત્યારે નહેરુ- ઇંદિરાએ આર્મીને ઉભી કરી છે

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાÂબ્દક પ્રહારો કરતા વિવાદ સર્જાય તેવું નિવેદન આપ્યું છે. રવિવારે ચૂંટણી સભાને સંબોધતા કમલનાથે ટિપ્પણી કરી હતી કે, જ્યારે તેઓ (પીએમ મોદી) પાયજામો કે પેન્ટ પહેરવાનું શીખ્યા ન હતા ત્યારે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ઇÂન્દરા ગાંધીએ આ દેશની ફૌજ, એરફોર્સ અને નેવીની રચના કરી હતી.
મધ્ય પ્રદેશના ખંડવામાં ચૂંટણી સભા દરમિયાન તાજેતરમાં જ મુખ્યમંત્રી ચૂંટાયેલ કમલનાથે વડાપ્રધાન મોદી પર તીક્ષ્ણ પ્રહારો કરતા જણાવ્યું કે, મોદીજી તમે દેશની સુરક્ષાની વાત કરો છો. શું પાંચ વર્ષ પહેલા દેશ સુરક્ષિત હાથોમાં ન હતો?
પોતાના સંબોધનમાં આતંકી હુમલાઓ મામલે મોદી સરકારને ઘેરતા કમલનાથે સવાલ કર્યો હતો કે, સૌથી વધુ આતંકી હુમલા કોની સરકારમાં થયા? કોના કાર્યકાળમાં થયા? દિલ્હીમાં સંસદ પર હુમલો થયો ત્યારે કોની સરકાર સત્તામાં હતી. ભાજપાની સરકાર હતી અને આંકડાઓ દર્શાવે છે કે સૌથી વધારે આતંકી હુમલા મોદી સરકારના રાજમાં થયા હતા.

Related posts

મોદી સાથેની બેઠકમાં ટ્રમ્પ વિવાદિત સીએએ-એનઆરસીનો મુદ્દો ઉઠાવશે…

Charotar Sandesh

ગરીબ શ્રમિકો અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બચાવવા જરૂરી છે : સીઆઇઆઇ

Charotar Sandesh

મુંબઈના દાદરમાં બિલ્ડંગમાં લાગી આગ, ૧૫ વર્ષની કિશોરીનું મોત

Charotar Sandesh