Charotar Sandesh
વર્લ્ડ

યુએન પાસે ભંડોળની ભારે અછત : એસી-લિફ્ટ બંધ કરવામાં આવ્યા…

જિનીવા : સંયુક્ત રાષ્ટ્ર (યુએન) વર્તમાન સમયમાં ભંડોળની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. અમેરિકા, બ્રાઝીલ સહિત કેટલાક દેશોને આપવામાં આવેલા ધિરાણ પરત નહીં મળતા યુએનને મૂળભૂત સુવિધાઓ બંધ કરવાની ફરજ પડી છે. અહેવાલો પ્રમાણે યુએન ઓફિસમાં વીજળી ખર્ચને ઘટાડવા એર કંડીશન (એસી) તથા લિફ્ટ બંધ કરવામાં આવ્યા છે. હવે તો સ્થિતિ ત્યાં સુધી પહોંચી છે કે કર્મચારીઓને ચુકવવામાં આવતા વેતન પણ અટકી પડે તેવી દહેશત છે.
જોકે, યુએન મેનેજમેન્ટે કહ્યું છે કે પોતાના આશરે ૩૭ હજાર કર્મચારીના વેતનની વ્યવસ્થા કરવા તે સતત પ્રયત્ન કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસિચવ એન્ટોનિયો ગુટેરેસે આ અંગે કર્મચારીઓને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે યુએન છેલ્લા એક દાયકામાં ભંડોળની સૌથી મોટી અછતની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આ સંજોગોમાં મહિનાના અંતમાં સ્ટાફ અને વેન્ડર્સને ચુકવણી કરવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર ભંડોળની અછતનો સામનો કરી રહ્યું છે. તેને લીધે યુએનમાં યોજાનારી બેઠકો પણ રદ્દ કરવામાં આવી રહી છે. સત્તાવાર યાત્રાઓ પણ મર્યાદિત કરવામાં આવી છે. દસ્તાવેજ ઈશ્યુ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. એસ્ક્લેટર બંધ થઈ ગયા છે. એસી અને હિટરના વપરાશને બંધ કરવામાં આવ્યા છે. આ અગાઉ સોમવારના રોજ મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વભરમાં ફેલાયલા કાર્યાલયોમાં ખર્ચ કાપ માટે આદેશ આપ્યા હતા. તેમણે આ કાર્યાલયોના વડાઓને ઈમર્જન્સી ઉપાય અપનાવવા કહ્યું છે.

Related posts

હાઉડી મોદી : ટ્રમ્પે ઇસ્લામિક આતંકવાદને જોખમ ગણાવ્યું, મોદીએ કહ્યું- નિર્ણાયક જંગ લડીશું…

Charotar Sandesh

રાહત પેકેજનું સંપૂર્ણ અમલીકરણ થયું તો અમેરિકામાં સંપૂર્ણ રોજગાર પૂર્વવત્‌ થશે…

Charotar Sandesh

અફઘાનિસ્તાનમાં તાલિબાની દ્વારા ચોરી તેમજ અનૈતિક સંબંધ બદલ આ આકરી સજા

Charotar Sandesh