Charotar Sandesh
વર્લ્ડ

યુએસએના નોર્થકેરોલીનાના રાલેમાં બીજેપી ચેપ્ટરની સંગઠન મીટીંગ યોજાઇ…

USA : અમેરીકાના નોર્થકેરોલીનાના રાલેમાં બીજેપી ચેપ્ટરની સંગઠન મીટીંગ વંદમાતરમના ગાન સાથે તુષારભાઇ બારોટ શરુ કરી. મીટીંગ દરમિયાન અમેરીકામાં રહેતા ભારતીયોને ભારતીય પાસપોર્ટ રીન્યુ કરવામાં, ઓસીઆઇ મેળવવામાં પડતી મુશ્કેલીઓ બાબતે વિસ્ત્તૃત ચર્ચા કરવામાં આવી.કાર્તિક પટેલે આ બધી બાબતે કઇ રીતે મદદરુપ થવાય તે અંગે માર્ગદર્શન આપ્યું.
સીએએ બાબતે અમેરીકામાં રહેતા ભારતીયોને સાચી સમજ કંઈ રીતે આપવી તે અંગે માધવ નાયડુએ માહીતી આપી. હિન્દુ સ્વયંમ સંઘના સતિષ ઉપાધ્યાય દ્વારા હિન્દુ  સંસ્કાર મુજબ સુર્યનમસ્કાર, ગુરૂવંદના, યોગક્રિયા, કુદરતી આફતો સામે કેવી રીતે સોસાયટીને મદદરુપ થવું, કોમ્યુનલ હાર્મની વગેરે બાબતે માર્ગદર્શન આપ્યું. મીટીંગનું આયોજન કરવા રમેશભાઇ પટેલે હોલ પુરો પાડેલો.
સમગ્ર મીટીંગને સફળ બનાવવા જીતુભાઇ રામી, ભૂપેશભાઇ પટેલ , દીપકભાઇ રામી, દીપકભાઇ પટેલ વગેરે એ સહકાર આપ્યો.
  • Nilesh Patel

Related posts

નવા રાષ્ટ્રપતિ બાઇડને ૧૩૮ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી…

Charotar Sandesh

અમેરિકાએ ભારતના શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી…

Charotar Sandesh

ફ્રાન્સના ચર્ચમાં આતંકી હુમલોઃ ત્રણની નિર્મમ હત્યા, મહિલાનું ગળુ કાપ્યું…

Charotar Sandesh