Charotar Sandesh
બોલિવૂડ

રજનીકાંત સ્ટારર ‘દરબાર’નું નવું પોસ્ટર રિલીઝ થયું…

ફિલ્મ ૯ જાન્યુઆરીએ રિલીઝ થશે…

મુંબઈ : સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની અપકમિંગ ફિલ્મ ‘દરબાર’નું નવું પોસ્ટર રિલીઝ થયું છે. ‘દરબાર’ ફિલ્મમાં રજનીકાંત IPS ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ સામેલ છે જે નેગેટિવ રોલમાં છે. ડિરેક્ટર એ.આર. મુરુગાદાસની આ ફિલ્મમાં રજનીકાંત અને સુનિલ શેટ્ટીની સાથે નયનતારા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે ૯ જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
રજનીકાંત ૨૫ વર્ષથી પણ વધુ સમય બાદ પોલીસ ઓફિસરના રોલમાં ફરી જોવા મળ્યા છે. છેલ્લે તેઓ ૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘પાંડિયન’માં પોલીસ ઓફિસર તરીકે દેખાયા હતા. ‘દરબાર’ ફિલ્મ રજનીકાંતનાં કરિયરની ૧૬૭મી ફિલ્મ છે જેને ન્અષ્ઠટ્ઠ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી છે.

Related posts

’પાણીપત’નું રૂંવાટા ઉભું કરતુ પ્રથમ ગીત મર્દ મરાઠા રિલીઝ…

Charotar Sandesh

‘સાહો’નું હિન્દી ડબિંગ પણ પ્રભાસ જ કરશે

Charotar Sandesh

બે વર્ષ બાદ ‘તારક’માં જોવા મળશે દિશા વાકાણી… મેકર્સે ગ્રાન્ડ એન્ટ્રીનો પ્લાન ઘડ્યો…

Charotar Sandesh