Charotar Sandesh
બોલિવૂડ

રણબીર-આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’ ‘એવેન્જર્સ’થી ઇન્સ્પાયર્ડ છે..?!!

મુંબઈ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માટે ઘણા સમયથી શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ વિશે વધારે જાણકારી પૂરી પાડવામાં આવી નથી. જોકે, ધીરેધીરે કરીને આ ફિલ્મ વિશે માહિતી મળી રહી છે.

કેટલાક રિપોટ્‌ર્સ અનુસાર ‘બ્રહ્માસ્ત્ર’નો પ્લોટ માર્વેલની ‘એવેન્જર્સ’થી ઇન્સ્પાયર્ડ છે. આ હિન્દી ફિલ્મમાં એક પ્રાચીન શસ્ત્રની વાત છે. જેને તોડવામાં આવે છે અને દેવભૂમિની જુદી-જુદી જગ્યાઓએ એના ભાગ છુપાવવામાં આવે છે. પહેલાં પાર્ટમાં રજૂ કરાશે કે કેવી રીતે શિવા પોતાની અંદર એક આગ પ્રજ્વલિત કરે છે. જેના પછી બ્રહ્માસ્ત્ર નામના શસ્ત્રની શોધમાં શિવા નીકળે છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ શેડમાં જોવા મળશે. તેની સાથે ભીમ સૌરવ ગુજ્જર પણ નેગેટિવ રોલમાં છે. એ સિવાય આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ મહત્વના રોલ્સમાં છે.

આ ફિલ્મમાં આલિયા ઇશા નામની એક છોકરીનો રોલ પ્લે કરી રહી છે કે જે હાથથી આગ વરસાવે છે. અમિતાભ બચ્ચન રણબીરના ગુરુ (શિવાના ગુરુ)ના કૅરૅક્ટરમાં છે. નાગાર્જુન આર્કિયોલોજિસ્ટના રોલમાં છે. જેનો હેતુ વારાણસીનાં પ્રાચીન મંદિરોને ફરીથી જીવંત કરવાનો છે. આ બધા પોતપોતાનો હેતુ સાકાર કરવા માટે બ્રહ્માસ્ત્રની શોધ કરી રહ્યા છે. આ ફિલ્મ ઇન્ડિયાની પ્રાચીન કથાઓના અનેક કિસ્સાથી ઇન્સ્પાયર્ડ હોવાનું જણાવવામાં આવ્યું છે.

Related posts

અભિનેત્રી જયા બચ્ચનનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો : તે ટ્રોલ થયા

Charotar Sandesh

અક્ષય કુમાર નું ડોક્ટર્સને સમર્પિત ‘તેરી મિટ્ટી’ સોન્ગ થયું રિલીઝ…

Charotar Sandesh

લોકગાયિકા કાજલ મહેરિયાની મુશ્કેલીઓ વધી, નોંધાઈ વધુ એક ફરિયાદ…

Charotar Sandesh