Charotar Sandesh
બોલિવૂડ

રણબીર-આલિયા સાથે શાહરુખ ખાન પણ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે…

મુંબઈ : રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની માયથોલોજીકલ ટ્રાયોલોજી ‘બ્રહ્માસ્ત્ર’માં એક પછી એક કલાકારોના નામ ઉમેરાતા જાય છે. અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન તથા ડિમ્પલ કાપડિયા બાદ હવે આ ફિલ્મમાં શાહરુખ ખાન પણ જોવા મળશે.
ગયા વર્ષે ‘ઝીરો’ ફ્લોપ થયા બાદ શાહરુખ ખાને નવી એક ફિલ્મ પણ સાઈન કરી નથી. ચર્ચા છે કે શાહરુખ ખાન આજે એટલે કે પોતાના જન્મદિવસ પર ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરવાની વાત જાહેર કરશે.
ફિલ્મમાં શાહરુખ ખાન એક્ટર રણબીર કપૂરની જર્નીને આગળ લઈ જવામાં મદદ કરશે. શાહરુખનો રોલ ઘણો જ નાનો હતો પરંતુ તે મહત્ત્વનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શાહરુખે આ ફિલ્મ માટે ડેટ્‌સ પણ આપી દીધી છે અને વર્ષના અંત પહેલાં એક્ટર ફિલ્મમાં પોતાના હિસ્સાનું શૂટિંગ પૂરું કરી લેશે. અયાન મુખર્જી સાથે રણબીર કપૂર ત્રીજીવાર કામ કરી રહ્યો છે. ‘બ્રહ્માસ્ત્ર’ પહેલાં રણબીરે ‘વેક અપ સિદ’ તથા ‘યે જવાની હૈં દિવાની’માં કામ કર્યું હતું.

Related posts

નેહા કક્કરે બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી ચોંકાવી દીધા…

Charotar Sandesh

’હંગામા ૨’નું ટ્રેલર લોન્ચ, ફિલ્મ ૨૩ જુલાઈએ ઓટીટી પર રિલીઝ થશે…

Charotar Sandesh

ફિલ્મ હિટ જવાની ખાતરી હશે તો જ ફિલ્મમાં કામ કરીશ : નેહા કક્કર

Charotar Sandesh