Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

રવિવારથી બદલી જશે બેન્કીંગ, ટ્રાફિક અને ટેકસના નિયમો…

ઈન્કમટેકસના કાયદામાં ૭ જેટલા ફેરફારો ૧લી સપ્ટેમ્બરથી અમલી બનશે : રવિવારથી સ્ટેટ બેન્ક સહિતની કેટલીક બેન્કો લોનના વ્યાજદરોમાં ફેરફારો અમલી બનાવશે…

નવી દિલ્હી : ઓગષ્ટ મહિનો આવતીકાલે પુરો થઈ રહ્યો છે અને નવો મહિનો સપ્ટેમ્બરની શરૂઆત રવિવારથી થઈ રહી છે. ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૯થી બેન્કીંગ, ટ્રાફીક અને ટેકસ સંબંધીત અનેક નિયમો બદલવા જઈ રહ્યા છે. આ ફેરફારોથી સામાન્ય માણસની રોજબરોજની જીંદગીને અસર થશે. આ ફેરફારોથી કયાંક લોકોને રાહત મળશે તો કેટલાક એવા પણ ફેરફારો છે જે લોકોના ગજવા હળવા કરશે.

જો તમે ભારતના નાગરિક હવે તો આ સમાચાર અંત સુધી વાંચજો જુકી એક સપ્ટેમ્બરથી આખા દેશમાં એવા પાંચ નિયમો લાગુ થશે દરેક ભારતીય માટે જરૂરી છે. જો તમે આ નિયમો વિશે નહી જાણતા હોવ તો કદાચ તમને નુકસાન થઈ શકે છે.
૧. વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ની જરૂર પડે છે. તમારી એક નાનકડી ભૂલને લીધે તમારું લાયસન્સ રદ પણ થઈ શકે છે. આગામી ૧ સપ્ટેમ્બરથી જો તમે ફોન પર વાત કરતા કરતા વાહન ચલાવતો શો અથવા વાહન ચલાવતા તો થશે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરી શકાશે.
૨. એક સપ્ટેમ્બરથી જ એસબીઆઈમાં હોમ લોન ની દરો ઘટાડવામાં આવશે એ પછી ૮.૨ થઈ જશે અને ૦.૧૦ ૨૦% ઇન્ટરેસ્ટ ઘટી જશે.
૩. એક સપ્ટેમ્બરથી જ તમાકુનું સેવન કરનારા લોકોને એકચેન્જ જોવા મળશે. જેમાં તમાકુના રેપર પર ચિત્ર સાથે ચેતવણી આપવામાં આવશે. પેપર મોટા પિક્ચર્સ આપવામાં આવશે
૪. જે લોકોએ ટેક્સ છૂપાવીને રાખ્યો છે તેમના માટે એક સપ્ટેમ્બરથી દેશના શરૂ થશે. આ સ્કીમ ૧ સપ્ટેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી ચાલશે જેમાં જે લોકો એ ટેક્સ છુપાવ્યો હોય તે જાતે જ પોતાનો ટેક્સ ભરી દેશે.
૫. એક સપ્ટેમ્બરથી વાહનો પર પણ નિયમો લાગુ થશે જે મુજબ જે વાહન ભૂકંપ કે પૂર જેવી આપત્તિમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ જશે તેમને વધારે વીમો આપવાની જાહેરાત કરવામાં આવશે.
આ પાંચ નિયમો પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

Related posts

પૈસાદાર લોકો પોતાની સુરક્ષાનો ખર્ચ પોતે જ ઉઠાવે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

ગુજરાત સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ પાછુ લઇ ભૂલ સુધારે : સુબ્રમણ્યમ્‌ સ્વામી

Charotar Sandesh

હૈદરાબાદમાં ભારે વરસાદથી પાણી-પાણી : અત્યાર સુધી થયા ૫૦ લોકોના મોત…

Charotar Sandesh