Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

રાજકીય વાતાવરણમાં દૂધસાગર ડેરીની મિટિંગને પગલે ગરમાવો દૂધસાગર ડેરી ભાજપ સરકાર સામે આકરા પાણીએ, કોંગ્રેસને જીતાડવા અપીલ

ઉત્તર ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. સત્તાપક્ષના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા તો સામાપક્ષે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયા, કોંગી ધારાસભ્યો, હાર્દિક પટેલ સહિતના નેતાઓ રાજકીય વાતાવરણને ચૂંટણીમય બનાવી રહ્યા છે. તેવા સમય મહેસાણાની દૂધસાગર ડેરીના નિર્ણયથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. ડેરીએ પશુપાલકોની બેઠક બોલાવીને ભાજપ સરકાર દ્વારા થતાં ખોટી હેરાનગતિ મામલે પત્રિકા વહેંચી હતી. તેમજ વર્તમાન ભાજપની સરકાર સામે બાંયો ચઢાવીને કોંગ્રેસને જીત અપાવવા માટે અપીલ કરી હતી.
દૂધસાગર ડેરીની મહેસાણા Âસ્થત અર્બુદા હોલ ખાતે ડેરી દ્વારા પશુપાલકોની મિટિંગ યોજાઈ હતી. તેમાં ભાજપ સરકાર ડેરીને ખોટી રીતે હેરાન કરતી હોવાનો મુદ્દો ચર્ચો હતો. તેમાં ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર ઉપÂસ્થત રહ્યા હતા. ઉપરાંત ઠાકોર સેનાના મહેસાણા પ્રમુખ રામજી ઠાકોર પણ ઉપÂસ્થત રહ્યા હતા. પશુપાલકોને કોંગ્રેસને જીતાડવા માટે ડેરીના ચેરમેને અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરી બે જિલ્લા મહેસાણા અને પાટણમાં લાખોની સંખ્યામાં પશુપાલકો માટે જીવનનો આધાર છે.

Related posts

તામિલનાડુ, કેરલ પછી કર્ણાટકમાં વડાપ્રધાન સામે ‘ગો બેક મોદી’ હેશટેગ ટ્રેન્ડ થયું…

Charotar Sandesh

સીતારમણનો રાહુલને ટોણો : મજૂરોનો સામાન ઉઠાવીને કેમ ન ચાલ્યા..?

Charotar Sandesh

ગૂગલએ કન્નડ ભાષાને અભદ્ર ભાષા ગણાવ્યાના થોડા કલાકો બાદ માફી માંગી…

Charotar Sandesh