Charotar Sandesh
ગુજરાત

રાજકોટની આ મહિલાએ એક બે નહીં પણ 80 બિલાડીના બચ્ચાંને ઉછેરીને મોટા કર્યા

તમારા ઘરે બિલાડી આવીને મ્યાઉં મ્યાઉં કરે તો તમે તેને દૂધ આપો છો, પણ તમે કેટલા દિવસ બિલાડીને દૂધ આપો અને કેટલી બિલાડીને દૂધ આપો. ત્યારે આજે અમે એક મહિલા વિષે વાત કરવાના છીએ કે, જેને એક, બે, પાંચ, દસ, પંદર કે, વીસ નહીં પણ 80 જેટલી બિલાડીના બચ્ચાને પાળીને ઉછેર્યા છે, આટલું જ આ મહિલા બિલાડીના બચ્ચાની મેડિકલ સારવારથી લઇને તમામ ખર્ચ પોતે જ ઉઠાવે છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં રહેતા આશાબેન બુચ છેલ્લા 14 વર્ષથી બિલાડીના બચ્ચાઓને ઉછેરીને મોટા કરી રહ્યા છે. આશાબેનને 2005માં તેઓના ઘર પાસેથી બિલાડીના બચ્ચાંઓ મળ્યા હતા અને તેઓએ તે બચ્ચાંઓની સારસંભાળ રાખીને તેમને મોટા કર્યા હતા, ત્યારથી તેઓ બિલાડીના બચ્ચાંઓને પાળી રહ્યા છે અને તેનો ઉછેર સંતાનની જેમ કરી રહ્યા છે. જ્યારે બિલાડી કોઈ પણ જગ્યા પર પોતાના બચ્ચાંને જન્મ આપે છે, ત્યારે બિલાડી તેના બચ્ચાંને આશાબેનના ઘરે મૂકી જાય છે અને આશાબેન બિલાડીના બચ્ચાંને પાળીને મોટા કરે છે.

આજે પણ આશાબેનના ઘરે ચાર બિલાડીના બચ્ચાં છે, જેમાં બે બચ્ચાં 14 દિવસના છે અને બે બચ્ચાં મોટા છે. 14 દિવસના બચ્ચાંના નામ આશાબેને મોટું અને છોટું રાખ્યા છે. તેઓ જે બિલાડીને પાળે છે, તેનો દૂધથી લઇને સારવાર માટે થતો તમામ ખર્ચ પોતે જ ઉઠાવે છે. જેમ નાના બાળકની દેખરેખ રાખતા હોઈએ તે રીતે આશાબેન બિલાડીના બચ્ચાંઓનું ધ્યાન રાખે છે. આથી બિલાડીના બચ્ચાં બીમાર ન પડે તે માટે આશબેન પશુ-પક્ષીઓ માટે કાર્ય કરતી સંસ્થાઓની મદદ લઇને બચ્ચાંઓનું નિયમિત મેડિકલ ચેકઅપ કરાવે છે. આ ઉપરાંત શિયાળામાં બચ્ચાંઓને ઠંડી ન લાગે તે માટે ગરમ ધાબળાની પણ વ્યસ્થા કરે છે.

Related posts

કોરોના સમયે જેલમાંથી ભાગી છૂટેલા ૧૦૩૫ કેદીઓને પકડવા પોલીસ એલર્ટ બની…

Charotar Sandesh

કોરોના વધતા લોકડાઉનના ભયથી શ્રમિકો વતન પરત ફરવા લાગ્યા : યુપી-બિહારની ટ્રેનો ખચોખચ ભરાઈ

Charotar Sandesh

કોરોના વાયરસથી સૌરાષ્ટ્રના વેપાર પર માઠી અસર, પોર્ટ પર કરોડોનો માલ ફસાયો…

Charotar Sandesh