Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં અંદાજે ૫ હજારથી વધુ સામાજિક અત્યાચારની ઘટના…

અમદાવાદ, વડોદરા તથા રાજકોટમાં સૌથી વધુ દુષ્કર્મનાં બનાવો નોંધાયા…

ગાંધીનગર : અનુસૂચિત જાતિ-જનજાતિ પર સામાજિક અત્યાચારની ઘટના અવારનવાર બને છે. ત્યારે ૧૯૯૨થી ૨૦૧૬ દરમિયાન ગુજરાતના ૧૧૩ ગામોમાં સામાજિક બહિષ્કાર અથવા તો અનુસૂચિત જાતિના લોકો હિજરત કરી ગયા હોવાના બનાવો સરકારી ચોપડે નોંધાયા હોવાની હકીકતોનો પર્દાફાશ થવા પામ્યો છે. આ કેસોમાં સામાન્ય બાબતે થયેલી તકરારને લઇને ગ્રામજનો દ્રારા થતાં સામાજિક બહિષ્કાર થાય છે. અથવા તો પછી ગ્રામજનોની ધમકી કે પછી હુમલાથી ભયભીત થઇને કેટલાંક કુટુંબો હિજરત કરી ગયાની ઘટનાઓ પણ નોંધાઇ છે.

ગુજરાતના છેવાડાના ગામડાંઓમાં આજે પણ અનુસૂચિત જાતિ-જનજાતિઓ સાથે આભડછેટથી લઇને સામાજિક બહિષ્કાર કરવામાં આવતો હોય છે. જેના કારણે અનુસૂચિત જાતિના ઘણાં કુટુંબો ગામમાંથી હિજરત કરી જતા હોય છે. અનુસૂચિત જાતિ-જનજાતિ વિભાગ તરફથી આરટીઆઇ હેઠળ મળેલી વિગતો મુજબ રાજયના ૧૧૩ ગામોમાં થયેલા સામાજિક બહિષ્કાર અને હિજરતના બનાવો નોંધાયા હતા. આ બનાવો પાછળ ફટાકડા ફોડવાના મામલાથી માંડીને પીવાના પાણી, હત્યા, આભડછેટ, કૃષિની જમીનનો વિવાદ, રાજકીય વિવાદ, પશુના મૃત્યુ, બિનઅનુસૂચિત જાતિની યુવતી પર બળાત્કાર, મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ, વરઘોડાનો મુદ્દો વગેરે ઇસ્યુ પર વિવાદ થયા બાદ ગ્રામજનો દ્રારા અનુસૂચિત જાતિના લોકોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોય કે પછી અનુસૂચિત જાતિના લોકોને ધમકી અથવા તો ગ્રામજનો દ્રારા હુમલો કરાયો હોવાથી ડરના માર્યા સમાજના રહીશો હીજરત કરી ગયા હોવાના કારણો જવાબદાર હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

ગુજરાતમાં સરવાળે ૧૧૩ બનાવો નોંધાયા હતા. તેમાંથી મુખ્યત્વે ભાવનગરમાં-૧૫, પાટણ-૧૩, બનાસકાંઠામાં-૧૨, અમરેલીમાં-૧૨, સુરેન્દ્રનગરમાં-૧૧, અમદાવાદ-૧૦, પોરબંદર અને મહેસાણામાં ૯ બનાવો બન્યા હતા. રાજયના અમદાવાદ, વડોદરા તથા રાજકોટ ઝોનમાં છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં દુષ્કર્મનાં બનાવો સૌથી વધુ નોંધાયા છે.

Related posts

વડોદરામાં લેડીઝ ગારમેન્ટના ગોડાઉનમાં જુગાર રમતા છ વેપારીઓ ઝડપાયા

Charotar Sandesh

યુકે થી આવેલા મુખ્યમંત્રીની પુત્રી અને જમાઇએ કરાવ્યો આરટીપીસીઆર…

Charotar Sandesh

રૂપાણી સરકાર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે તબક્કાવાર પાણી આપશે…

Charotar Sandesh