Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

રાજ્યમાં દારૂની રેલમછેલ..!! ૪૧.૬૪ લાખનો શરાબ જપ્ત, બેની ધરપકડ…

કચ્છ : પૂર્વ કચ્છમાં પેટ્રોલિંગ દરમિયાન લાકડિયા, ગળપાદર હાઇવે અને નવા નગરમાંથી એક જ દિવસમાં રૂ.૪૧.૬૪ લાખનો શરાબનો જથ્થો પકડાયો હતો જેમાં ગળપાદર હાઇવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન ઇંટોની આડમાં છુપાવેલો રૂ.૧૯,૮૬,૬૦૦ ની કિંમતનો, લાકડિયા પાસે હાઇવે હોટલમાં ઉભેલા ટાટા ટેમ્પોમાંથી રૂ.૨૧,૫૦,૪૦૦ની કિંમતનો તેમજ અંજારના નવાનગરમાં કારમાં રાખેલો રૂ.૨૮૦૦૦ ની કિંમતનો અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. ગળપાદર હાઇવે અને નવાનગરમાં આરોપી ફરાર રહ્યા હતા તો લાકડિયામાં બે હરીયાણાના શખસો પકડી લેવામાં આવ્યા છે.

પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ગળપાદર હાઇવે ઉપર ત્રણ રસ્તાથી ભચાઉ જતા સર્વિર રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે પોલીસે વાહનોની વચ્ચે ઉભેલી જીજે-૧૨-એક્સ-૨૧૯૩ નંબરની ટ્રકના ચાલકને ઈશારો કરી આગળ આવવા જણાવ્યું હતું.પરંતુ ટ્રક આગળ આવી નહોતી. પોલીસે ટ્રકની ડ્રાઈવરની કેબિનમાં તપાસ કરતાં અંદર કોઈ હાજર ન હોતું. પોલીસે ટ્રકની તલાશી લેતાં તેમાંથી ઇંટોના આડમાં છુપાવેલા હરિયાણા બનાવટના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની રૂ.૧૯,૮૬,૬૦૦ ની કિંમતની ૫,૬૭૬ બોટલો મળી આવતાં આ ટ્રકની સંપૂર્ણ તલાસી લીધી હતી જેમાં કેબીનમાં પોલીસની વોચ જોઇ ટ્રક મુકી નાસી ગયેલા ટ્રક ચાલકનો મોબાઇલ મળી આવ્યો હતો તેના આધારે એલસીબીના પીએસઆઇ એમ.એસ.રાણાએ રાપર તાલુકાના રામવાવના પુનાભાઇ ભાવાભાઇ બારૂપા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે અને રૂ.૧૦,૦૦,૦૦૦ ની કિંમતની ટ્રક અને મોબાઇલ સહિત કુલ રૂ. ૨૯,૮૮,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.વી.રાણા સાથે એલસીબીની ટીમ જોડાઇ હતી.

Related posts

પીએસઆઇ મોડ-૨ના પેપર ફરી તપાસવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ…

Charotar Sandesh

પીએમ મોદીની જાહેરાત સાથે હું સહમત છું, હું વેકસીન લેવા ત્યાર છું : મુખ્યમંત્રી

Charotar Sandesh

કોંગ્રેસમાં ૪૩૨ દાવેદાર આવતા કેટલાક કોર્પોરેટરોને કાપવાની ચર્ચા…

Charotar Sandesh