Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે ૧૨ જેટલા રોડ-રસ્તા બંધ હાલતમાં…

ગાંધીનગર : રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે વર્તમાન સ્થિતિએ કુલ ૧૨ રોડ-રસ્તા બંધ હાલતમાં છે. ગઈકાલે આઠ રોડ-રસ્તા બંધ હતા જે પૈકી માત્ર એક રસ્તો શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે બંધ થયેલા વધારાના પાંચ રસ્તા પાણી ઓસરતા શરૂ કરી દેવામાં આવશે.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જાણવા મળતી માહિતી મુજબ સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યમાં વર્તમાન સ્થિતિએ કુલ ૧૨ રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે વરસાદની માહિતી જોઈએ તો સમગ્ર રાજ્યમાં કુલ સરેરાશ ૧૨૯ ટકા વરસાદ ખાબક્યો છે. આ વર્ષે સૌથી ઓછો વરસાદ બનાસકાંઠામાં ૯૧% પડ્યો છે. સૌથી વધુ વરસાદ રાજ્યના બે જિલ્લાઓમાં પડ્યો છે, જેમાં છોટાઉદેપુરમાં ૧૬૭ ટકા અને ભરૂચ ૧૬૫ ટકા નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે ૧૦૦ ટકાથી ઓછા વરસાદવાળા જિલ્લાઓમાં ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે અંદાજિત ૯૨ ટકા, અમદાવાદ જિલ્લામાં ૯૧ અને બનાસકાંઠામાં ૯૧% વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ વરસાદ પડશે તો આ ત્રણ જિલ્લાઓમાં ૧૦૦ ટકા વરસાદ નોંધાશે.

Related posts

અયોધ્યા રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના આ ૭ સંતોને પૂજા માટે આમંત્રણ…

Charotar Sandesh

માનવતા : અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીના ખોવાયેલા ૪.૨૦ લાખ સ્ટાફે પાછા આપ્યા…

Charotar Sandesh

મુખ્યપ્રધાન રૂપાણીએ રામમંદિર નિર્માણ માટે કર્યુ રૂપિયા ૫ લાખનું દાન…

Charotar Sandesh