Charotar Sandesh
ઈન્ડિયા

રાજ્યસભાના ૨૫૦મા સત્રમાં સામેલ થવુ મારૂ સૌભાગ્ય : વડાપ્રધાન મોદી

ભારતના ‘બંધારણમાં એકતા’ના સૂત્રની સૌથી મોટી તાકાત રાજ્યસભામાં જોવા મળે છે…

રાજ્યસભા ભારતની વિકાસ યાત્રાનું ચિહ્ન છેબાબા સાહેબ આંબેડકરના કારણે દેશને ઘણું બધું મળ્યું છે,રાજ્યસભાએ ઘણી ઐતિહાસિક ક્ષણો જોઈ છે, ઈતિહાસ રચ્યા છે અને બદલ્યા પણ છે,લોકો અને સરકારો આવતી -જતી રહેશે પરંતુ વ્યવસ્થા કાયમી રહેશે…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અત્રે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના ૨૫૦મા ઐતિહાસિક સત્રને સંબોધન કર્યું હતું. તેમણે રાજ્યસભામાં યોગદાન આપનારા સૌને અભિનંદન આપવાની સાથે કહ્યું હતું કે રાજ્યસભા દેશના વિકાસ યાત્રાનું પ્રતિબિંબ છે. અને ૨૫૦મા ઐતિહાસિક સત્રને સંબોધવુ તે તેમના માટે સૌભાગ્યની વાત છે. લોકો અને સરકારો આવતી -જતી રહેશે પરંતુ વ્યવસ્થા કાયમી રહેશે. તેમણે બંધારણના ઘડવૈયા ડો.બાબા સહેબ આંબેડકરને યાદ કરીને કહ્યું કે બાબાસહેબને કારણે સંસદ અને દેશને ઘણો ફાયદો થયો હતો.
તેમણે કહ્યું કે રાજ્યસભા ભારતના સંસદિય સંઘિય(ફેડરલ) માળખાની આત્મા છે. લોકસભા ભંગ થાય છે પરંતુ રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી તે કાયમી છે. રાજ્યસભા ભલે સેકન્ડ હાઉસ છે પણ સેકેન્ડ્રી-ગૌણ હાઉસ નથી તેથી તેને સેકેન્ડ્રી હાઉસ બનાવવાના પ્રયાસો થવા ન જોઇએ એવી ચેતવણી પણ તેમણે ઉચ્ચારી હતી.
રાષ્ટ્ર હિતને જ કેન્દ્રમાં રાખીને સંસદમાં કામ થવુ જોઇએ એમ કહીને તેમણે સૂચન કર્યું હતું કે સદનમાં કોઇ અડચણો આવે તો સંવાદથી તેનો ઉકેલ લાવવો જોઇએ. સંસદમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે. સંસદમાં ઉત્તમ સંવાદનો ઉપયોગ થવો જોઇએ.
મોદીએ પોતાના આજના સંબોધનમાં સૌના આશ્ચર્ય વચ્ચે શરદ પવારના પક્ષએનસીપી અને ઓરિસ્સાના પ્રાદેશિક પક્ષ બીજેડીના વખાણ પણ કરીને કહ્યું કે આપણે તેમની પાસેથી શિખવુ જોઇએ. કેમ કે. આ બન્ને પક્ષોના નેતાઓએ સદનના નિયમોનું પાલન કરીને પોતાની માંગણીઓ માટે ક્યારેય સદનમા વેલમાં(સદનમાં અધ્યક્ષની સામેની જગ્યા કે જ્યાં ઉભા રહને સાસંદો દેખાવો કરે છે) ધસી ગયા નથી. આપણે સૌએ તેમાંથી પ્રેરણા લેવી જોઇએ. વેલમાં નહીં જઇને પણ લોકોના દિલ જીતી શકાય છે તે આ બે પક્ષોએ પૂરવાર કરી બતાવ્યું છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપથી અલગ પડીને એનસીપી અને કોંગ્રેસની સાથે મળીને સરકાર રચવાના પ્રયાસો કરી રહી છે ત્યારે તેવા જ સમયે વડાપ્રધાને એનસીપી-શરદ પવારના કરેલા વખાણને રાજકિય રીતે સૂચક માનવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે ગૃહના કેટલાક લોકોએ શાસન પ્રણાલીમાં સ્વતંત્રતાની મંજૂરી આપી નહીં. તેમણે કહ્યું, ’તે રાજ્યસભા ગૃહની પરિપક્વતા હતી જેણે મહિલા સશક્તિકરણનું એક મોટું પગલું ભરીને ત્રણ તલાક બિલ પસાર કર્યું હતું. આ ગૃહે ભારતમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે આરક્ષણ પસાર કર્યું હતું. આપણા દેશમાં એક લાંબો સમય હતો જ્યારે વિપક્ષ જેવું કંઈ ખાસ નહોતું. ત્યારે સરકારમાં બેઠેલા લોકોને પણ મોટો ફાયદો મળ્યો હતો. પરંતુ તે પછી પણ, ગૃહમાં અનુભવી લોકો હતા જેમણે શાસન પ્રણાલીમાં સ્વતંત્રતાની મંજૂરી આપી ન હતી. તે આપણા બધા માટે યાદગાર છે.
તેમણે કહ્યું, ’આપણા બંધારણના ઘડવૈયાઓએ જે જવાબદારી અમને આપી છે તે અમારી પ્રાથમિકતા છે, પરંતુ આપણી જવાબદારી રાજ્યોનું પણ છે. રાજ્યો અને કેન્દ્રો દેશને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરી શકે છે.
વડા પ્રધાને કહ્યું કે, ’૨૫૦ સત્રો પોતે જ સમય વિતાવે તેવું નથી. તે વિચારની સફર હતી. સમય બદલાયો, સંજોગો બદલાયા અને આ ગૃહ બદલાયેલા સંજોગોને આત્મસાત કરી અને પોતાને ઢાળવાનો પ્રયત્ન કર્યો છે.. ગૃહના બધા સભ્યો અભિનંદન માટે પાત્ર છે. બંધારણના ઘડવૈયાઓ વચ્ચે ચર્ચા થઈ હતી કે શું સંસદમાં ગૃહ એક કે બે હોવા જોઈએ, પરંતુ અનુભવ કહે છે કે બંધારણ ઘડનારાઓએ જે સિસ્ટમ આપી છે તે એટલી યોગ્ય છે. જો નીચલું મકાન જમીન સાથે જોડાયેલું હોય, તો પછી અન્ય ઉપલા ગૃહો વધુ દૂર સુધી દેશના હિતમાં જોઈ શકે છે.

Related posts

નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જમ્મુ કાશ્મીરમાં અલગ-અલગ સ્થળોએ ૮ આતંકવાદીઓ માર્યા ગયા

Charotar Sandesh

યોગી કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય, લખનઉ-નોઈડામાં પોલીસ કમિશ્નર સિસ્ટમ લાગુ…

Charotar Sandesh

વાયુસેના બે મોરચે યુદ્ધ કરવા તૈયાર : એરચીફનો હૂંકાર…

Charotar Sandesh