Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

રામબાણ ઈલાજ : કાળા જાંબૂના બીથી દૂર થશે ડાયાબિટીસ સહિતની આ બીમારીઓ…

કાળા જાંબૂ સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે, ડાયાબિટીસના રોગીઓ માટે આ જાંબૂના બી રામબાણ ઈલાજ સાબિત થાય છે…

જી હાં જાંબૂ ખાવાથી જેટલો લાભ થાય છે તેનાથી બમણો ફાયદો કાળા જાંબૂના બી ખાવાથી થાય છે. જાંબૂના બીમાં એટલા ઔષધિય ગુણ હોય છે કે જે ડાયાબિટીસ સહિત અનેક ગંભીર બીમારીઓને દૂર કરે છે.

જાંબૂના બીને એકઠા કરી તેને તડકામાં બરાબર સુકાવી અને તેની છાલ કાઢી તેના નાના નાના ટુકડા કરી લેવા. આ ટુકડાને બરાબર પીસી અને પાવડર બનાવવો. આ પાવડરનું સેવન દર્દીએ રોજ ખાલી પેટ કરવું જોઈએ. આમ કરવાથી ડાયાબિટીસ સહિત અનેક ગંભીર બીમારી કાબૂમાં આવી જાય છે. જાંબૂના બીનો પાવડર કરી તેમાં જરૂર અનુસાર સિંધવ નમક ઉમેરી દેવું જોઈએ.

1. ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવતું હોય તો જાંબૂના બીનો પાવડર રોજ સવારે ખાલી પેટ 2 ચમચી લેવાની શરૂઆત કરો. થોડા જ દિવસોમાં ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે. જો કે આ પાવડરે લેતા લોકોએ ડાયાબિટીસ ચેક પણ કરાવતું રહેવું. જેથી ડાયાબિટીસ ઘટી ન જાય.
2. જે મહિલાઓને માસિકની સમસ્યા હોય તેણે જાંબૂના બીનું સેવન કરવું જોઈએ. માસિકમાં વધારે બ્લીડિંગ થવું, દુખાવો થવો જેવી તકલીફ થતી હોય તો આ પાવડર રોજ 1 ચમચી લેવો.
3. જેમને પાયોરિયાની સમસ્યા હોય તેણે જાંબૂના બીનો પાવડર ઝીણો કરી તેનાથી દાંત સાફ કરવા. દાંત અથવા પેઢાની તકલીફ હોય તો પણ આ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ.
4. જેમને વારંવાર યૂરિન જવું પડતું હોય તેમના માટે પણ જાંબૂનો પાવડર ઉપયોગી છે. આ રોગના દર્દીએ પણ નિયમિત 1 ચમચી જાંબૂનો પાવડર લેવો.
5. કિડનીમાં પથરી હોય તેમણે જાંબૂના પાવડરનો ઉપયોગ રોજ દવાની જેમ કરવો જોઈએ. 

Related posts

ઉભા થઇને ખાનાર સાવધાન : થઇ શકે છે મોટું નુકસાન

Charotar Sandesh

ડાયાબિટીઝને કંટ્રોલ કરવાનો દેશી મંત્ર, 100 ટકા મળશે ફાયદો…

Charotar Sandesh

વર્લ્ડ બ્રેઇન ટ્યૂમર ડે : બાળકોમાં ૨૬% કેન્સર માટે બ્રેઇન ટ્યૂમર્સ જવાબદાર…

Charotar Sandesh