Charotar Sandesh
બોલિવૂડ

રિતિક અને અજય બાદ વરુણ ધવને પણ આનંદની ફિલ્મ ફગાવી…

મુંબઈ : ફિલ્મમેકર આનંદ એલ. રાય અત્યારે કંઇક અંશે નિરાશ છે. તેમની લાસ્ટ ફિલ્મ ‘ઝીરો’ બોક્સ-ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. બસ ત્યારથી આનંદ તેમની આગામી ફિલ્મ શરૂ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ એ શક્ય જણાતું નથી. આનંદના આ આગામી પ્રોજેક્ટ માટે ધનુષે હા પાડી દીધી છે અને આ ફિલ્મ દ્વારા તે બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ફીમેલ લીડ તરીકે સારા અલી ખાનને કાસ્ટ કરવામાં આવી છે.

એક રિપોર્ટ અનુસાર આ ડિરેક્ટર આ ફિલ્મમાં સેકન્ડ મેલ લીડ માટે કોઈ બિગ સ્ટારને કાસ્ટ કરવા ઇચ્છે છે. જોકે, જેને પણ આ રોલ ઓફર કરવામાં આવે છે એ ફગાવી દે છે. સૌથી પહેલાં રિતિક રોશન સાથે વાત કરવામાં આવી હતી. જોકે, ‘વોર’ પછી તે રોમેન્ટિક રોલ કરતાં ખચકાટ અનુભવી રહ્યો છે. અત્યારે રિતિક પોતાની એક્શન સ્ટારની ઇમેજને માણવા ઇચ્છે છે. જેના પછી આનંદે અજય દેવગનની સાથે વાત કરી હતી. જોકે, અજયને આ ફિલ્મ કરવામાં કોઈ રસ નથી. રિસન્ટલી આ ફિલ્મ માટે વરુણ ધવનની સાથે વાતચીત કરવામાં આવી હતી. જોકે, વરુણ અત્યારે ‘કૂલી નંબર ૧’ સહિત તેની કેટલીક ફિલ્મ્સમાં બિઝી હોવાથી તે આનંદની આ ફિલ્મ કરી શકે એમ નથી.

Related posts

દિશા પટણીનો ચોંકાવનારો ખુલાસો : ’આજ સુધી કોઈ છોકરાએ મને પ્રપોઝ નથી કર્યું’

Charotar Sandesh

સુશાંત સિંહે અચાનક દુનિયાને અલવિદા કહેતા રાઇફલમેન, પાની સહીત અધુરી રહી મોટી ફિલ્મો

Charotar Sandesh

તે કેટલા નવા કલાકારોને તક આપી છે?ઃ દિવ્યા ખોસલાનો સોનુ નિગમ પર પલટવાર…

Charotar Sandesh