હ્રિતિક રોશન અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ‘કાબિલ’ ૫ જૂને ચાઈનામાં રિલીઝ થવાની છે. ત્યાંની લોકલ ઓડિયન્સ માટે આ ફિલ્મના પોસ્ટર્સ રિલીઝ થયા છે. કાબિલ ફિલ્મ ૨૦૧૭માં રિલીઝ થઇ હતી જેમાં હ્રિતિક અને યામી બ્લાઇન્ડ કપલ હતાં. ‘કાબિલ’ ફિલ્મ હ્રિતિક રોશનની પહેલી ફિલ્મ છે જે ચીનમાં રિલીઝ થવાની છે.
૨૫ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘કાબિલ’ને સંજય ગુપ્તાએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં યામી અને હ્રિતિક ‘સુપ્રિયા’ અને ‘રોહન’ના રોલમાં હતાં. તેઓ બ્લાઇન્ડ કપલ હતાં. ફિલ્મમાં રોનિત રોય અને રોહિત રોય વિલનના રોલમાં હતા. આંખો ન હોવા છતાં હ્રિતિક રોશન પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો કેવી રીતે લે છે તેના પર આ ફિલ્મ આધારિત હતી.