Charotar Sandesh
ગુજરાત

રેતી ચોરીના કેસમાં ઓછી એફઆઈઆર કરી હોવાનો સરકારનો ઘટસ્ફોટ..!

બે વર્ષમાં અમદાવાદ શહેરમાં ૩૫ નકલી પોલીસ ઝડપાઈ…

ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રેતી ચોરીના કેસમાં સરકારે કરેલી કાર્યવાહી વિશે પ્રશ્ન પૂછતા ખુલાસો થયો છે કે રાજ્યમાં છેલ્લા સરકાર રેતી ચોરીના કેસમાં ઓછી એફઆઈઆર કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ જામનગર અને ઘ્રોલમાં રેતી ચોરીના કેસમાં થયેલી કાર્યવાહી વિશે સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ૯૯ કેસ નોંધવામાં આવ્યા. જામનગરના ધ્રોલ અને જોડિયા તાલુકામાં ૧૩૯ કેસ નોંધાયા હોવા છતાં એક સામે જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમ રાજ્યમાં રેતી ચોરો બેફામ બન્યા છે.

ગૃહમાં ધારાસભ્ય પ્રવીણ મુસડીયાએ જામનગર અને ધ્રોલમાં રેતી ચોરીના કેસ અંગે સવાલ પૂછ્યો હતો જેનો લેખિતમાં જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે જામનગરના ધ્રોલ અને જોડિયા તાલુકામાં રેતીચોરીના કુલ ૧૩૯ કેસ નોંધાયા. છેલ્લા બે વર્ષમાં ૧૩૯ કેસ નોંધાયા હોવા છતાં માત્ર એક સામે જ પોલીસ ફરિયાદ ધ્રોલ તાલુકામાં છેલ્લા બે વર્ષમાં રેતીચોરીના ૩૦ કેસ નોંધાયા જોડિયા તાલુકામાં છેલ્લા બે વર્ષમાં ૯૯ કેસ રેતીચોરીના નોંધાયા હતા.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદાએ પોરબંદર જિલ્લામાં રેતીચોરીના કેસ અંગે સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું કે જિલ્લામાંથી રેતી ચોરીના કેસમાં રૂ. ૪૮૫૦૪.૮૪ લાખ દંડની વસુલાત કરવાના બાકી છે, સરકારે એક પણ પૈસો વસુલ્યા નથી. ગુજરાત વિધાનસભામાં સરકારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં બે વર્ષમાં ૩૫ નકલી પોલીસ ઝડપાઈ છે. અમદાવાદ શહેર પોલીસે વિવિધ ગુનાઓ અંતર્ગત નકલી પોલીસ ઝડપી પાડી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ પોલીસની કાર્યવાહીમાં ૧૭ નકલી પોલીસ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૮ નકલી પોલીસ ઝડપી પાડવામાં આવી હતી. સરકારે જણાવ્યું કે આ નકલી પોલીસ લોકોને પોલીસના નામે ડરાવી ધમકાવી અને પૈસા પડાવવાનું કામ કરતી હતી.

Related posts

વડોદરામાં વોર્ડ નં-૧૮ના નેતાઓની ટિકિટ કપાતા ૯૦ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામુ આપ્યું…

Charotar Sandesh

બાળ તસ્કરીના નેટવર્કનો સૌથી મોટો પર્દાફાશ : ૧૨૫ બાળકોને મુકત કરાવ્યા…

Charotar Sandesh

બુટલેગરો સામે જંગ : ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખૂદ બુટલેગરને ઉઘાડા પાડવાની શરૂઆત કરી

Charotar Sandesh