Charotar Sandesh
સ્પોર્ટ્સ

રોહિત શર્મા કોહલીના કેલેન્ડર યરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડવાની નજીક…

કટક : ભારતની વન ડે ટીમનાં વાઇસ કપ્ટન અને સ્ટાર બેટ્‌સમેન રોહિત શર્મા વેસ્ટઈન્ડીઝની વિરુદ્ધ કટકમાં રમાનારી અંતિમ વન ડે મેચમાં એક મોટો રેકૉર્ડ પોતાના નામે કરી શકે છે. રોહિત શર્મા પોતાના સાથી ખેલાડી કેપ્ટન વિરાટ કોહલીનો સૌથી મોટો રેકૉર્ડ તોડી શકે છે. રોહિત શર્મા એક કેલેન્ડર યરમાં વિરાટ કોહલીનાં સૌથી વધારે વન ડે રનોનાં રેકોર્ડને ધ્વસ્ત કરવાની નજીક છે.

રોહિત શર્મા વેસ્ટઈન્ડીઝની વિરુદ્ધ અંતિમ વન ડેમાં ૩૪ રન બનાવતા જ વિરાટ કોહલીનાં ૨૦૧૭ કેલેન્ડર યરમાં બનાવેલા સૌથી વધારે વન ડે રનોનાં રેકૉર્ડને તોડી શકે છે. વિરાટ કોહલીએ ૨૦૧૭નાં કેલેન્ડર યરમાં ૬ સદી અને ૭ અડધી સદીની મદદથી ૧૪૬૦ વન ડે રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ૨૦૧૯ કેલેન્ડર યરમાં અત્યાર સુધી ૭ સદી અને ૫ અડધી સદી ફટકારતા ૧૪૨૭ રન બનાવ્યા છે. રોહિત શર્મા ૩૪ રન બનાવતા જ કોહલીનો રેકૉર્ડ તોડી દેશે.
વેસ્ટઈન્ડીઝની વિરુદ્ધ કટક વન ડે આ વર્ષે ટીમ ઇન્ડિયાની અંતિમ વન ડે હશે. આથી કોહલી હજુ રોહિત શર્માથી ઘણો પાછળ છે. વિરાટ કોહલીએ ૨૦૧૯ કેલેન્ડર યરમાં અત્યાર સુધી ૧૨૯૨ રન બનાવ્યા છે. વિરાટ કોહલી આ વર્ષે સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓમાં ત્રીજા નંબેર છે. રોહિત શર્મા (૧૪૨૭ રન) પ્રથમ અને વેસ્ટઈન્ડીઝનો શાઈ હોપ (૧૩૦૩ રન) સાથે બીજા નંબેરે છે.

Related posts

કેવિન પીટરસનો આઈપીએલ ૨૦૨૦ની કોમેન્ટ્રી પેનલને છોડવાનો કર્યો નિર્ણય…

Charotar Sandesh

રણવીર સિંહની નવી ફિલ્મનું ટીઝર રિલીઝ થતા ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીતની યાદો તાજી થઇ

Charotar Sandesh

લાલ બૉલથી મારી જાતને સાબિત કર્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાં કરીશ ડેબ્યૂ : ચહલ

Charotar Sandesh