Charotar Sandesh
ઈન્ડિયા

લંડનમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો ભાગેડુ વિજય માલ્યા…!

  • લોન લઇને દેવું નહી ચૂકવી શકવાને કારણે ભાગેડૂ જાહેર થયેલા વિજય માલ્યા લંડનમાં રહે છે…

નવી દિલ્હી,
લંડનની ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્લ્ડ કપ 2019ની આજની ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ છે અને આ મેચને જોવા ભાગેડૂ વિજય માલ્યા પણ પહોંચ્યો છે.
લંડનના ઓવસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાય રહેલી આ મેચ જોવા પહોંચેલા વિજય માલ્યાએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, હું અહીં મેચ જોવા આવ્યો છું. બેંકો પાસેથી લોન લઇને દેવું નહી ચૂકવી શકવાને કારણે ભાગેડૂ જાહેર થયેલા વિજય માલ્યા લંડનમાં રહે છે.
નોંધનીય છે કે, આજે લંડન ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાય રહી છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો.

Related posts

ભાજપના ઉમેદવારનું વધુ એક વાર વિવાદાસ્પદ નિવેદન જ્યાંથી વધુ વોટ મળશે ત્યાં વધુ કામ થશેઃ મેનકા ગાંધી

Charotar Sandesh

પુડુચેરીમાં કોંગ્રેસની એક્ઝિટ : સરકાર વિધાનસભામાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ…

Charotar Sandesh

અ્‌મિત શાહે મમતા બેનરજી પર સાધ્યું નિશાન, કહ્યુ- પશ્ચિમ બંગાળમાં ગુંડારાજ ચાલી રહ્યુ છે…

Charotar Sandesh