Charotar Sandesh
ઈન્ડિયા

લાખો યુવાનો માટે ખુશખબરી : રેલવેમાં 2,98 લાખ જગ્યાની ભરતી : રેલમંત્રી પીયૂષ ગોયલની જાહેરાત

રેલમંત્રીએ કહ્યું છેલ્લા એક દાયકામાં રેલવેમાં 4,61 લાખ લોકોને નોકરી મળી…

નવી દિલ્હી,

લાખો યુવાનો માટે ખુશખબરી આવી છે રેલવે 2.98 લાખ જગ્યા ભરશે લોકસભામાં બોલતાં રેલવેમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે 1 જૂન 2019 સુધી રેલવેમાં 2.98 લાખ જગ્યા ખાલી છે. જેને ભરવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે એક દાયકામાં રેલવેમાં 4.61 લાખ લોકોને નોકરી મળી છે. 1991માં રેલવે કર્મચારીઓની કુલ સંખ્યા 1654985 હતી, હવે 2019માં આ સંખ્યા 1248101 છે. કર્મચારીઓની સંખ્યા ચાર ટકા ઘટી ગઇ છે, તેમ છતાં રેલવે ઓપરેટિંગમાં કોઇ સમસ્યા આવી નથી.

લેખિત જવાબમાં પીયૂષ ગોયલે કહ્યું કે રેલવે રિક્રૂમેંટ બોર્ડ (RRB) અને રેલવે રિક્રૂટમેંટ સેલ્સ  (RRCs) દ્વારા આ ખાલી સીટોને ભરવામાં આવશે. લેખિત જવાબ અનુસાર કેટેગરી A, B, C અને D માં લગભગ 298574 સીટો ખાલી છે.

Related posts

વિશ્વ બેન્કની આગાહી : ૨૦૨૧-૨૨માં ભારતની જીડીપી ૭.૫ થી ૧૨.૫ ટકાની વચ્ચે રહેશે…

Charotar Sandesh

યુવાઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકારઃ અલ્હાબાદ હાઇકોર્ટ

Charotar Sandesh

ઉકળતા પાણીમાં કોરોના વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થાય છે : રશિયન વૈજ્ઞાનિકોનો દાવો…

Charotar Sandesh