Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદીની નવી કેબિનેટને લઇ અટકળો શરુઃ કોણ થશે ઇન…કોણ થશે આઉટ…

ન્યુ દિલ્હી,

પ્રચંડ બહુમતી સાથે જીતીને સત્તામાં પાછા ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં ભાજપની સહયોગી પાર્ટીઓને પણ જગ્યા મળશે. આ પક્ષમાં જનતા દળ (યુનાઇટેડ), અન્નાદ્રમુકને પણ જગ્યા મળી શકે છે. સૂત્રોના મતે પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં ભાજપના શ્રેષ્ઠ પ્રદર્શનના લીધે બંને રાજ્યોના પાર્ટી નેતાઓને પણ મંત્રીપરિષદમાં જગ્યા મળી શકે છે. પીએમ મોદી ૩૦મી મેના રોજ નવા કાર્યકાળ માટે શપથ લેશે. ત્યારબાદ મંત્રીમંડળનો ડ્રાફ્ટ પણ લોકોની સામે આવી શકે છે.
નવા મંત્રીડમંળમાં રાજનાથ સિંહ, નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પિયૂષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રકાશ જાવડેકર જેવા જૂના ચહેરા બની રહી શકે છે. એવી અટકળો છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ નવી સરકારમાં મંત્રીપદ સંભાળી શકે છે. જા કે શાહે આ મુદ્દા પર હજુ સુધી કોઇ ટિપ્પણી કરી નથી.
જેડીયુના એક નેતાએ કહ્યું કે પાર્ટીને મંત્રીમંડળમાં કમ સે કમ એક પદ મળવાની સંભાવના છે. પાર્ટીને મંત્રીપરિષદમાં પણ એક પદ મળી શકે છે. મોદીના નવા મંત્રીપરિષદના સભ્યો ૩૦મી મેના રોજ શપથ લેવડાવાશે.
રાષ્ટપતિ ભવને રવિવારના રોજ કહ્યું કે નરેન્દ્ર મોદીને ગુરૂવારના રોજ વડાપ્રધાન પદના શપથ અપાવાશે. નવી સરકારમાં સામેલ થનાર સંભવિત ચેહરાઓને લઇ સત્તાવાર રીતે કંઇ કહી શકાય નહીં પરંતુ કેટલાંક નેતાઓનું માનવું છે કે પાછલી સરકારના ખાસ સભ્યોને મંત્રીપરિષદમાં યથાવત રાખશે.
સૂત્રોનું કહેવું છે કે પાછલી સરકારમાં નાણાં મંત્રી રહી ચૂકેલા અરૂણ જેટલીના સ્વાસ્થ્યના લીધે મંત્રીપરિષદમાં સામેલ થશે નહીં. પરંતુ જેટલીના નજીકના લોકોનું કહેવું છે કે સારવાર બાદ તેમની તબિયત સારી છે.
તો બીજીબાજુ ચર્ચા છે કે ભાજપની સહયોગી લોક જનશક્ત પાર્ટી (લોજપા)ના પ્રમુખ રામ વિલાસ પાસવાને પોતાના સાંસદ પુત્ર ચિરાગ પાસવાનને મંત્રી બનાવાની વકાલત કરી છે. લોજપાએ ૬ લોકસભા સીટો જીતી છે. પાસવાન પાછલી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકયા છે.
અન્નાદ્રમુકને આ વખતે એક સીટ મળી શકે છે. જા કે તામિલનાડુમાં સત્તાસીન હોવાના લીધે એક મંત્રી પદ આપી શકે છે. ભાજપે આ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ૧૮ અને તેલંગાણામાં ૪ સીટો જીતી છે. તેના લીધે પાર્ટી નવી સરકારમાં બંને રાજ્યોને વધુ પ્રતિનિધિત્વ આપી શકે છે. આ સિવાય જે રજ્યોમાં આવનારા સમયમાં ચૂંટણી છે જેને રાજ્યોમાં આવનારા સમયમાં ચૂંટણી છે જેમકે હરિયાણા, મહારાષ્ટÙ, ઝારખંડ જેવા રાજ્યોના નેતાઓને પણ મંત્રીમંડળમાં મુખ્યત્વે જગ્યા મળી શકે છે.

Related posts

દેશ-વિદેશ : બપોર સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૯-૦૮-૨૦૨૪

Charotar Sandesh

આર્થિક પરિસ્થિતિ પર કોંગ્રેસ કરશે દેશભરમાં વિરોધ, ૩૫ પ્રેસ કોન્ફરન્સનું આયોજન…

Charotar Sandesh

કોરોનાએ મચાવ્યો હાહાકાર, ૨૪ કલાકમાં ૯૨ હજાર કરતા વધુ નવા દર્દીઓ…

Charotar Sandesh