Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાંથી પકડાયેલો આતંકી જાફરની બે કલાક આકરી પૂછપરછ કરતાં ચોંકાવનારા ઈરાદા બહાર આવ્યા…

તમિલનાડુથી બે સાથી આવે પછી એક મહિનામાં જ ગુજરાતમાં હુમલો કરવાના હતા, પણ તે પહેલા જાફર ઝડપાઈ ગયો…

મુંબઈમાં હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો ઉતારવાની તૈયારી હતી…

જાફર ફદિાઈન જેહાદી માનસિકતા ધરાવે છે, અમદાવાદ-સુરત નિશાના પર હતા…

વડોદરા : વડોદરા ખાતેથી પકડાયેલા આઈએસઆઈએસના ત્રાસવાદી ઝાફરે એક જ મહિનામાં હુમલો કરવાની યોજના ઘડી હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો છે. ભરૂચના જંબુસરના ચાર યુવકોને તે આંતકવાદીની તાલીમ પણ આપી રહ્યો હતો. ઝાફર એક મહિનાથી વડોદરામાં રોકાયો હતો અને અગાઉ તે ગુજરાતમાં આવ્યો ન હતો ત્યારે જંબુસરના ચારેય યુવકો પાંચ વખત ઝાફરને મળવા માટે મુંબઈ ગયા હોવાનું પણ બહાર આવ્યું છે. દિલ્લી સ્પેશિયલ સેલે પકડેલા ત્રણ આતંકી પૈકી એક ખ્વાજા મોઈનુદ્દીન ગુજરાતના મોડ્યુલને ઓપરેટ કરી રહ્યો હતો. આતંકી જાફરઅલી ફદિાઈન જેહાદી માનસિકતા ધરાવતો હોવાનું અને કોઇ પણ ભોગે ગુજરાત સહિત દેશમાં મોટુ ષડયંત્ર રચી મોટી હિંસા કરવાનું તેનું પ્લાનિંગ હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું. જાફર અને તેના સાગરિતો મુંબઈમાં હથિયાર અને વિસ્ફોટકોનો જથ્થો ઉતારવાના હોવાનું પણ પૂછપરછમાં બહાર આવ્યું છે. તેને ઝડપી લીધા બાદ પોલીસે હરણીની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં અને અમદાવાદમાં તેની પુછતાછ કરતાં આ ઘટસ્ફોટ કર્યો હતો.

હથિયાર-વિસ્ફોટકો ઉતારવાના હતા…
બુધવારે બપોરે ઘરમાં ઘુસીને જાફર અને તેની સાથે રહેલા મુબારકના મિત્રને ઝડપી લીધો હતો અને ત્રણેયને ઉંચકીને સીધી શહેરની હરણીની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લઇ ગઇ હતી. પોલીસે ત્યાં બેથી ત્રણ કલાક તેની પૂછતાછ કરી હતી. ત્યાર બાદ અમદાવાદમાં પણ પૂછપરછ કરાઈ હતી. જેમાં તેની ફિદાઈન જેહાદી માનસિકતા ઉજાગર થઇ ગઇ હતી. દુભાષિયાની મદદથી પોલીસે તેની ઊલટ તપાસ કરતાં તેણે કબૂલ્યું હતું કે તેના બે સાથીદારો તેને થોડા સમયમાં મળવાના હતા અને ત્રણેય ભેગા થઇને ગુજરાત કે દેશમાં કોઇ સ્થળે હિંસાનું કંઇ મોટુ ષડયંત્ર રચવાના હતા. તેઓ ષડયંત્રને અંજામ આપવા કોઇ પણ હદ સુધી જવાની તૈયારી ધરાવતાં હોવાનું તેના બોડી લેંગ્વેજ પરથી પોલીસને લાગ્યું હતું. આ આતંકી હુમલા માટે મુંબઈમાં હથિયાર અને વિસ્ફોટકોનો જથ્થો ઉતારવાના હોવાની પણ માહિતી બહાર આવી હતી.

Related posts

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કોરોનાનો કહેર, ૧૮ કેદી પોઝિટિવ : વધુ બે લોકોના કોરોનાથી મોત…

Charotar Sandesh

એફઆરસીનાં નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે ફી ઉઘરાવાતા વાલીઓનો વિરોધ…

Charotar Sandesh

ધસમસતી આવે છે ‘મહા મુસીબત’ : ગુરૂ-શુક્ર અતિ ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh