વરુણ ધવને હિપ હોપ ડાન્સર ઈશાનને સારવાર માટે પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે. વાસ્તવમાં વરુણને ઇન્સ્ટ્રાગ્રામ પર કર્તિક રાજાની એક પોસ્ટ જાવા મળી હતી જેના દ્વારા ડાન્સરને મદદ કરવા અપીલ કરાઈ હતી.
ફોટોમાં દર્શાવવામાં આવેલી વ્યક્ત ઉત્તરપ્રદેશના મુરાદબાદનો એક ડાન્સર ઇશાન છે. જે ડાન્સ પ્રેક્ટસ કરતી વખતે ઘાયલ થયો હતો. ઇશાન ડબલ ફ્રન્ટ ફ્લપ કરી રહ્યો હતો અને બેલેન્સ ન હોવાથી તેના ગળામાં ઇજા પહોંચી છે.
ઇશાનની મદદ કરવા માટે ઇન્ડ્સ્ટ્રીના ઘણા ડાન્સર્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા ફંડ એકત્ર કરવાનું કેમ્પેઇન ચલાવ્યું છે. વરૂણે આ પોસ્ટ જાયા બાદ કાર્તિકને મેસેજ દ્વારા ઇશાનની મદદની ઓફર કરી.
વરુણના મેસેજનો સ્ક્રીન શોટ શેર કરાયો છે. જેમાં વરુણ પૂછે છે કે – ભાઈ, આ છોકરો કોણ છે અને હું કેવી રીતે મદદ કરી શકું, કૃપા કરીને મને જણાવો. જે ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરવામાં આવી છે તેમાં પરિતોષે કÌšં છે કે વરુણે ઇશાનની સારવાર માટે પાંચ લાખ રૂપિયા આપ્યા છે.