Charotar Sandesh
ઈન્ડિયા રમત

વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મળ્યા બાદ શંકરે સોમવારે સપનું સાકાર થયું ભારતીય પસંદગીકારોએ એક મજબૂત ટીમ પસંદ કરી ઃ વીવીએસ લક્ષ્મણ

ઓલરાઉન્ડર વિજય શંકરે સોમવારે ભારતની વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવ્યા બાદ કે, તેનું સપનું સાચું થયું અને તે આઈપીએલ ટીમના સાથે ભુવનેશ્વર કુમારની સાથે આ મહાસંગ્રામનો દબાવ સહન કરવાની કલા શીખી રહ્યો છે.
શંકરે આઈપીએલના પોતાના સાથી ભુવનેશ્વરનો ઉલ્લેખ કરતા હું ભારતીય વિશ્વ કપ ટીમનો ભાગ બનીને ખુબ ખુશ છું. આ સપનું સાકાર થવા સમાન છે. અહીં સનરાઇઝર્સ હૈદરાબાદમાં પણ કેટલાક સભ્ય વિશ્વ કપ વિજેતા ટીમના છે અને મેં તેની સાથે તે સમજવા માટે વાચ કરી કે વિશ્વકપની ટીમમાં રમવું કેવું લાગે છે અને પછી તેને જીતવાથી કેવો અનુભવ થાય છે. મેં તેની પાસેથી ઘણું શીખ્યું કે આ પ્રકારના મહાસમરમાં દવાબને પહોંચી વળવાની શું રીત છે.
તેણે ‘હું પણ વિશ્વકપ માટે પસંદ થવાથી ખુશ છું, ઈંગ્લેન્ડની સ્થતિ મારી મજબૂતીને અનુરૂપ હશે અને હું તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરીશ. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમવાથી મને વિશ્વ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ પહેલા યોગ્ય મેચ પ્રેક્ટસ મળી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના મેન્ટોર અને પૂર્વ ભારતીય બેટ્‌સમેન વીવીએસ લક્ષ્મણે કે, ભારતીય પસંદગીકારોએ એક મજબૂત ટીમ પસંદ કરી છે. તેમણે ભારતીય ટીમ ઘણી સંતુલિત છે અને ટાઇટલ જીતવાના પ્રબળ દાવેદારોમાંથી એક છે. મેં ભુવી અને વિજયને નેટ પર રમતા જાયા છે. તે સારા ફોર્મમાં છે અને વિશ્વ કપ જેવા મંચ પર શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. મને આશા છે કે તે ટીમની સફળતામાં ઘણું મોટું યોગદાન આપશે.

Related posts

પોલીસ અધિકારીઓ સિંઘમ ના બને, પ્રેમનો સેતુ જોડે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

રામનગરી અયોધ્યા બનશે વર્લ્ડ ક્લાસ સિટી, કેનેડાની કંપનીને મળી જવાબદારી…

Charotar Sandesh

પ્રતાપગઢમાં બોલેરો-ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માતઃ ૧૪ જાનૈયાઓના મોત…

Charotar Sandesh