Charotar Sandesh
સ્પોર્ટ્સ

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરીકોમના સિલેકશનને લઇ વિવાદ સર્જાયો…

એઆઇબીએ વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે ભારતની ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમમાં ૬ વખત વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરકોમની પસંદગી થતાની સાથે જ વિવાદ પણ સર્જાયો છે. ટીમના સિલેક્શન પ્રોસેસને લઇને સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. ૨૩ વર્ષીય બોક્સર નિખત ઝરીને તો પત્ર લખી ભારતીય બોક્સિંદ એસોસિએશનને આ વિશે જાણ કરી છે.
વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓની પસંદગી કરવાના ઉદેશ્યથી ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ત્રણ દિવસ સુધી ટ્રાયલ્સ થયા. ટ્રાયલ્સ ગુરૂવારે સમાપ્ત થયા. ત્યારબાદ ભારતીય બોક્સિંગ એસોસિએશનએ ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. ટીમમાં એમસી મેરીકોમ (૫૧ કિગ્રા) અને સરિતા દેવી (૬૦ કિગ્રા) સહિત કુલ ૧૦ મહિલા બોક્સરને એઆઇબીએ વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરી છે.
એમસી મેરીકોમ (૫૧ કિગ્રા) અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર લોવલિના બોરગોહેન (૬૯ કિગ્રા)ના તેમના સતત સારા પ્રદર્શન માટે વગર ટ્રયલે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જોકે, ૫૧ કિગ્રા વર્ગમાં ટ્રાયલ ન થવાથી નિખત ઝરીન નારાજ જોવા મળી રહી છે. તેણે ભારતીય બોક્સિંગ એસોસિએશનને આ વિશે પત્ર પણ લખ્યો હતો.

Related posts

આઈપીએલ ૨૦૨૨માં બે નવી ટીમોની થશે એન્ટ્રી, કિંમત આવી સામે…

Charotar Sandesh

ભારતીય ટીમના વિસ્ફોટક ઓલ-રાઉન્ડર યુસુફ પઠાણે જાહેર કરી નિવૃત્તિ…

Charotar Sandesh

ભારતને ફાળે વધુ બે મેડલ : હાઈજમ્પમાં મરિયપ્પન થંગવેલુએ સિલ્વર, શરદ કુમાર જીત્યો બ્રોન્ઝ મેડલ

Charotar Sandesh