Charotar Sandesh
ગુજરાત

વાતાવરણમાં પલટાથી દરિયો તોફાની બન્યો, એક જહાજ અને બે બોટ ડૂબી

અરબી સમુદ્રમાં ઉતપન્ન થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દ્વારકા સમુદ્રમાં કરન્ટ જાવા મળ્યો છે. તોફાની બનેલ સમુદ્રના મોજા ૫ ફૂટ જેટલા ઊંચા ઉછળ્યા હતા, જેથી કાંઠે ઉભેલા લોકો પણ ગભરાઈ ગયા હતા. તોફાની બનેલ સમુદ્રમાં રૂપેણ બંદરની ૨ નાની હોડીઓએ જળસમાધિ લીધી હોવાના સમાચાર મળ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જળ સમાધિ લીધેલ ૧ કે રૂપેન બંદરના રફીક હાજી ભેસળિયાની હોવાનું કહેવાય છે. આ હોડીના ૩ ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા છે. ત્યારે બોટમાં સવાર અન્ય ખલાસીઓની શોધખોળ ચાલુ છે. તો અન્ય બીજી બોટ કોની હતી તથા તેમાં કેટલા માછીમાર સવાર હતા તેની શોધખોળ ચાલુ છે. આ ઘટનાની જાણ થતાં ફિશરીઝ તેમજ મરીન પોલીસ પણ હરકતમાં આવી છે.
કચ્છના જખૌના દરિયામાં વાતાવરણમાં પલટો આવવાને પગલે દરિયાઈ તોફાનમાં એક જહાજ ડૂબી હતું. જેમાં સવાર આઠ ક્રુ મેમ્બરોમાંથી સાતને બચાવી લેવાયા છે અને સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે એકની શોધખોળ ચાલુ છે. જખાઉ સોલ્ટ નામની કંપનીનું આ જહાજ હતું. કોસ્ટ ગાર્ડની ત્રણ શિપ દ્વારા દરિયામાં એક ક્રુ મેમ્બરની શોધખોળની કામગીરી હાથ ધરાઈ છે.

Related posts

કોરોના સમયે જેલમાંથી ભાગી છૂટેલા ૧૦૩૫ કેદીઓને પકડવા પોલીસ એલર્ટ બની…

Charotar Sandesh

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક જ દિવસમાં ૧ કરોડની આવક થઇ…

Charotar Sandesh

રાજ્યમાં સ્વસ્થ યુવાઓને પસંદ કરી તેમના પર કોરોના વેક્સીનની ટ્રાયલ કરાશેઃ નીતિન પટેલ

Charotar Sandesh