Charotar Sandesh
ગુજરાત

વાપીમાં આભ ફાટ્યુ… ૧૫ ઈંચ : વલસાડ જિલ્લામાં મેઘતાંડવ

વાપી,

ચોમાસાની સિઝનમાં મેઘરાજા જાણે જુન માસનો ટાર્ગેટ પુરો કરતા હોય તેમ વલસાડ જીલ્લામાં મેઘતાંડવ કરતા અનેક વિસ્તારો જળબંબકાર થયા છે. પાણી ભરાવાના અનેક બનાવો ઉપરાંત જનજીવન ખોરવાયું. ઠેર ઠેર અફડાતફડીનો માહોલ તંત્ર વિસામણમાં કરે તો શું કરે…

મેઘરાજાએ જાણે પોતાનું બધું જ હેત વલસાડ જીલ્લા ઉપર વરસાવ્યું હોય તેમ વાપીમાં ૧પ ઇંચ જેટલો, વલસાડ ૧૩ ઇંચ, ઉમરગામ ૧ર ઇંચ, પારડી ૧૦ ઇંચ, કપરાડા ૬ ઇંચ અને ધરમપુર ૭ ઇંચ સાંબેલાધાર વરસાદ વરસતા જીલ્લામાં કોલક ઓરંગા સહિતની નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. તો કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. જેને પગલે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. વલસાડ જીલ્લામાં મેઘરાજાએ સૌથી વધુ હેત વાપી ઉપર વરસાવ્યું… ગણતરીના કલાકોમાં જ સાંબેલાધાર-વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તાર ઉપરાંત અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. ભારે ખુવારી સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો. જનજીવન ઉપરાંત વાહન વ્યવહારને પણ અસર થવા પામી.

Related posts

મેં કોઈ ને રિવોલ્વર બતાવી નથી. મને બદનામ કરવામાં આવી રહ્યો છેઃ અલ્પેશ ઠાકોર

Charotar Sandesh

મોંઘવારીનો વધુ એક માર : બે દિવસમાં જ સિંગતેલના ડબ્બામાં ૬૦ રૂપિયાનો વધારો, જુઓ નવો ભાવ

Charotar Sandesh

સુરતમાં ૫૦૦ કરોડથી વધુના કામોનું મુખ્યમંત્રી રૂપાણીએ લોકાર્પણ કર્યું…

Charotar Sandesh