Charotar Sandesh
ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત

વાવાઝોડાંને પગલે કાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર, 39 ગામો એલર્ટ, 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી ત્રાટકશે…

  • વાયુ વાવાઝોડાની સામે તંત્ર સજ્જ, ડુમસ અને ગણેશ બીચ બંધ કરાયા
  • સરેરાશ 110થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તથા તેને કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે

રાજકોટ,

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે. 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે 110 કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકશે.

રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડાંગ્રસ્ત 39 ગામોને એલર્ટ લેવાની સૂચના આપી છે અને તમામ જિલ્લા કલેક્ટરોને જરૂર પડ્યે સ્થળાંતર કરવાના આદેશ કર્યો છે. તેમજ કાંઠા વિસ્તારોમાં સ્થાળાંતર શરૂ કરવામાં આવ્યું છે.

સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. વાવાઝોડા સાથે સોરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરેક બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

ડીપ્રેશન પૂર્વે જ પોરબંદરની ચોપાટી પરથી પોરબંદરના સમુદ્રમાં એકાએક પરિવર્તન આવેલું જોવા મળે છે. શાંત જણાતા સમુદ્રમાં આજે સવારથી તોફાની કરંટ જોવા મળ્યો છે.

Related posts

શ્રમિકો જિલ્લા કોંગ્રેસ કંટ્રોલ રૂમનો કરે સંપર્કઃ અમિત ચાવડા

Charotar Sandesh

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી…

Charotar Sandesh

કોરોના રસીનું સોમવારથી ટ્રાયલ-રન : ૨૫-૨૫ વ્યક્તિને ડમી રસીકરણ…

Charotar Sandesh