Charotar Sandesh
ગુજરાત ચરોતર

વાહનચાલકો આનંદો… પીયુસી કઢાવવા ૧૫ દિવસની મુદત વધારાઈ…

અમદાવાદ : નવા ટ્રાફિક નિયમો શરૂ થયા છે ત્યારે રાજ્યમાં વાહન ચાલકો પોતાના વાહનો લઇને પીયુસી કઢાવવા સવારના સાત વાગ્યાથી લઇ પીયુસી સેન્ટર ખાતે આવી જાય છે અને વાહન ચાલકોની પીયુસી કઢાવવાની લાંબી લાંબી લાઇનો લાગી જાય છે. કલાકો સુધી પીયુસી કઢાવવા વાહન ચાલકોએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. અગત્યના કામો છોડીને વાહન ચાલકોએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. જોકે હવે સરકાર દ્વારા પીયુસી કેન્દ્ગો માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે. પીયુસી કેન્દ્રો માટે ૧૫ દિવસનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. છેલ્લી મુદ્દત ૩૧ ઓક્ટોબર આપવામાં આવી છે એટલે કે દિવાળીના તહેવાર સુધી સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે.
પીયુસી માટે વાહનોની લાગતી કતારને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ૯૦૦ જેટલા નવા સેન્ટર ખોલવા નિર્ણય કર્યો હતો. સરાકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પહેલા લાયસન્સ આપી દેવાશે બાદમાં મશીન વસાવી શકાશે. ભાડાની જગ્યા માટે ભાડા કરારની જોગવાઈ હળવી કરાઈ છે. અગાઉ ૫ વર્ષના ભાડા કરારનો આગ્રહ રખાતો હતો.
સરકાર દ્વારા પીયુસી કેંદ્રો માટેના નિયમો હળવા કરવામા આવ્યા છે. વાહનોના પીયુસીમા લાગતી લાઈનો હળવી કરવા રાજ્ય સરકારે ૯૦૦ જેટલા નવા સેંટર ખોલાવનો નિર્ણય કર્યો હતો. પીયુસી સેંટરના લાયસન્સ મેળવવાની પ્રક્રિયા હળવી કરાઈ છે. હવે પહેલા લાયસન્સ આપી દેવામાં આવશે બાદમાં મશીનરી વસાવી શકાશે. ભાડાની જગ્યા પર પણ પીયુસી સેંટર ખોલાવુ હશે તો ભાડા કરારની જોગવાઇ હળવી કરાવામાં આવી છે. અગાઉ ૫ વર્ષના ભાડા કરારનો આગ્રહ રખાતો હતો, જે ભાડા કરારની આ જોગવાઈ દુર કરાઇ છે.

Related posts

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ભાવનગર, અમરેલી, બોટાદનો પ્રવાસ મોકૂફ…

Charotar Sandesh

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વરરાજાને જ થયો કોરોના, લગ્ન પ્રસંગ અટવાયો…

Charotar Sandesh

અશાંતધારા કાયદાનો ભંગ કરનારને ૩ થી ૫ વર્ષની થશે જેલ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી…

Charotar Sandesh